જમ્મુ-કાશ્મીરમાં પુલવામા થયેલ સીઆરપીએફ ના જવાનોના કાફલા પર આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલોમા સીઆરપીએફ ના ૪૪ જવાનો શહીદ થયાની ઘટનાથી સમગ્ર દેશવાસીઓના હ્રદય હચમચી જવા પામેલ છે. કેમ કે આપણે પહેલા ભારતીય છીએ અને અંતે પણ ભારતીય છીએ.

આ આતંકવાદી ઘટના કાયતાનું કૃત્ય છે દેશ વિરોધી નાપાક શકતીઓ આવી ઘટનાથી દેશની એકતા અને અખંડીતતાને તોડવા સતત પ્રયત્નશીલ છે પરંતુ આપણા દેશની એકતા અને અખંડીતતાને તોડવા સતત પ્રયત્નશીલ છે સમગ્ર દેશવાસીઓના હ્રદય હચમચી જવા પામેલ છે. અને દેશ વાસી ઓમા આતંકવાદી ઓ પાકિસ્તાન સામે ધૃણા પેદા થયેલ છે.

સમગ્ર દેશ શહીદ વિર જવાનો પરિવાર સાથે છે દરેક ભારતીય ભાઇ-બહેનોપોતાનો માડી જાયો વીર ગુમાવ્યો સરકાર દ્વારા છુટો દોર આપવાનો નિર્ણય લેવામાં આવશે તે ખુબ જ જરુરી સમયોચિત અને આવકાર દાયક પગલું છે. એવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનને અપાયેલ મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજજો પણ પરત ખેંચવાનો બીજો નિર્ણય કરવામાં આવેલ છે જે નિર્ણય ખુબ જ સારો અને વકારદાયક છે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.