મરાઠી સમુદાય માટે ગુડી પડવો એટલે નવા વર્ષની પ્રારંભ દિવસ. આ દિવસને ધામધુમથી ઉત્સાહ પૂર્વક ઉજવાય છે.

ગુડી પડવાનો તહેવાર મહારાષ્ટ્ર સિવાય આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગાણામાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુડી એટલે કે ધજા લગાવવામાં આવે છે અને કેરીના પાનનું તોરણ લટકવામાં આવે છે.

આ દિવસે મરાઠી લોકો તેમના ઘરે ગળી રોટલી એટલે કે પુરણપોળી બનાવે છે. આ બનાવવમાં તેમાં ગોળ, મીઠું, લીમડાના ફૂલ અને આમલીનો ઉપયોગ કરવામાં આવે છે.

ગુડી પડવાના દિવસે શું છે લીમડાનું મહત્વ ??

ugadi m25ગુડી પડવાના દિવસે લીમડાનો રસ અને સાકર પ્રભુને ધરાવવામાં આવે છે. ગુડી પડવો તહેવાર એવા સમયમાં આવે છે જયારે ઠંડીએ વિદાય લીધી હોય અને ગરમીની શરૂઆત થાય છે. આમ મિશ્ર ઋતુના લીધે લોકોમાં આરોગ્યના પ્રશ્ન વધી જાય છે ટીવા સમજે આરોગ્યપ્રદ લીમડો શરીરને નીરોગી રાખે છે.

બીજી આ તહેવારની ખાસિયત એવી છે કે આ દિવસે લીમડાનું દાતણ અને લીમડાના પાન ખાવાની ખાસ પરંપરા છે. તેની સાથે એવી માન્યતા છે કે લીમડાના પાન ખાવાથી મનની કડવાશ દૂર થઇ જાય છે.

મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યનો આ તહેવાર સાથે શું સંબંધ છે ?

આ સિવાય ગુડી પડવાના દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ પંચાંગની રચના કરી હરી. આ પંચાંગમાં સૂર્યોદય, સુર્યાસ્ત , દિવસો અને મહિનાનો સમાવેશ છે. આખા વર્ષમાં હિંદુ સંસ્કૃતિમાં ત્રણ સૌથી મોટા મુહુર્ત આવે છે જેમનો એક ગુડી પડવાના દિવસને માનવામાં આવે છે.

આ તહેવાર સાથે સંકળાયેલી પૌરાણિક કથા 

બ્રહ્માજીએ ચૈત્ર માસના પ્રથમ દિવસે જગતમાં સજીવ સૃષ્ટિ નિર્માણ કર્યું. ભગવાન વિષ્ણુએ ચૈત્ર શુક્લના દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કરેલો અને સજીવ સૃષ્ટિનું નિર્માણ આ દિવસે પ્રારંભ થયું. એક એવી પણ માન્યતા છે કે સૃષ્ટિ સંરક્ષક પરમાત્માએ સંસાર માટે જ મ્ત્સ્યરૂપમાં અવતાર લીધો હતો. વૈશ્વિક પૌરાણિક ઇતિહાસમાં આવો અવતાર પ્રથમ વાર લીધો હોવાથી આ ગુડી પડવાનું વિશેષ મહત્વ છે .

ગુડી પડવા સાથે બીજી એક પૌરાણિક કથા પણ સંકળાયેલી છે. ભગવાન શ્રીરામે વાલીના પ્રકોપથી ત્યાની પ્રજાને દોડાવી હતી . આ લીધે દક્ષિણની ભૂમિ પવિત્ર બની. તે વખતે વાલીના ત્રાસથી બચેલી ત્યાની પ્રજા ખુબ ખુશ થઇ ગઈ અને તેના માનમાં ઘરે ઘરે દ્વ્જા રૂપી ગુડી ઉભી કરી હતી. ત્યારથી આ દિવસને ગુડી પડવા તરીકે મનાવવામાં આવે છે.

મુખ્ય દરવાજા પર શા માટે ગુડી એટલે કે ધજા લગાવવામાં આવે છે ?

Gudi Padwa 2017 1

ઘરમાં કે બહાર આંગણામાં ગુડી એટલે કે ધજા ઉભી કરવા પાછળનો સંકેત એવું સૂચવે છે કે માનવીના મનમાંથી વળીરૂપી આસુરી શક્તિનો નાશ થાય અને મનમાં ભગવાન શ્રીરામની દિવ્યતાની ઝાંખી થાય. ગુડી પડવો એટલે ભોગ પર યોગનો વિજય , વિકાર પર પવિત્ર વિચારનો વિજય.

આ તહેવાર મરાઠી લોકો ધામધુમથી ઉજવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાનો ઉત્સવએ નવા વર્ષના પ્રારંભની જેમ હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ દિવસે જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું તેવા બ્રહ્માજીની પૂજા કરવાનું મહત્વ છે.

તો ચાલો જેમ ભગવાના શ્રીરામએ આસુરી તત્વો પર વિજય કર્યો તેમ આ તહેવાર ઉજવી આપણા મનમાં પણ સવાર થતી આસુરી વૃત્તિ પર વિજય મેળવીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.