ભારત દેશમાં વિવિધ જ્ઞાતિ ધર્મના લોકો વસે છે. દરેક પ્રાંતના લોકો પોતા-પોતાના પારંપરીક પર્વોની ઉજવણી પણ એ જ પ્રમાણે ધામધૂમ અને ઉત્સાહથી કરે છે. ઠીક તેવી જ રીતે મહારાષ્ટ્રના નવ વર્ષની ઉજવણીને ગુડી પડવાના નામની ઓળખવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર માસના પ્રથમ દિવસે ચૈત્ર સુદ એકમને મરાઠી પરિવારો ગુડી પડવા તરીકે મનાવે છે. આ વર્ષે આ તહેવાર 13 એપ્રિલના મનાવવામાં આવશે. યોગાનુયોગ ગુજરાતમાં મનાવાતા ચૈત્રી નવરાત્રી અને મહારાષ્ટ્રમાં મનાવાતા ગુડી પડવા પર્વનો સમન્વય જોવા મળે છે.
મહારાષ્ટ્રમાં મનાવતા નવ વર્ષ પ્રારંભ ગુડી પડવાને કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ‘ઉગાદી’ તરીકે મનાવાય છે. આ દિવસને અતિ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ ગુડી પડવા સાથે જોડાયેલી દસ રોચક જાણકારીઓ
- ગુડી પડવાના દિવસે મરાઠીલોકો નવા વર્ષની શરૂઆત માને છે. તેથી વાવણી કરતી વખતે પાકની પૂજા કરે છે.
- આ દિવસે ઘરની સાફ-સફાઇ બાદ ઘરમાં રંગોળી બનાવે છે. આંબાના પાંદડા ઘરોના દ્વાર પર લગાવે છે. મહિલાઓ ઘરની બહાર સુંદર આકર્ષક ગુડી બનાવે છે.
- મરાઠી વાનગી તરીકે ખાસ પકવાનમાં પૂરણ પોળી બનાવે છે.
- મરાઠી પરિવારોમાં એવી માન્યતા છે કે ઘરમાં ગુડીને પધરાવવાની સુખ, શાંતિ, સમૃધ્ધિ આવે છે, અને અશુભ વાયબે્રશન્સ દૂર થાય છે.
- પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે રાવણને હરાવ્યા બાદ ભગવાન રામ અયોધ્યા પરત આવ્યા હતા.
- વિક્રમ સંવત હિન્દુ પંચાંગ મુજબ આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યુ હતું.
- વીર મરાઠા છત્રપતિ શિવાજીએ યુદ્ધ જીત્યા બાદ પ્રથમ વખત ‘ગુડી પડવાનું પર્વ મનાવ્યુ હતું. ત્યારથી જ મરાઠી પરિવારો દ્વારા આ પરંપરાને અનુસરવામાં આવે છે.
- વધુ પડતા પરિવારો આ દિવસની શરૂઆત કડવા લીમડાના પાંદડા ખાઇને દિવસની શરૂઆત કરે છે કહેવાય છે કે કડવો લીમડો ખાઇને નવા વર્ષની શરૂઆત કરવાની રકતનું પણ શુદ્ધિ કરણ થાય છે. અને શરીર મજબૂત બને છે.
- આ દિવસને વિવિધ રાજયોમાં ઉગાદી, યુગાદી, વગેરે નામ કરણ સાથે મનાવવામાં આવે છે.
- આ દિવસે સોનુ, વાહન અથવા મકાનની ખરીદી અથવા કોઇ કામની શરૂઆતને શુભ માનવામાં આવે છે.