પ્રવિણાબેન વઘાસિયાને એનયુએલએમ કમિટી સોંપતા પતિ જયસુખ વઘાસિયાએ ચાલૂ બેઠકે વિરોધ કર્યો

ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકા માં વિવિધ કમિટીઓના ચેરમેન પદની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા ચેરમેનની નિમણૂક માટે નગરપાલિકા કચેરીમાં મળેલ જનરલ બોર્ડ પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા ઉપપ્રમુખ અર્પણા બેન આચાર્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપ માવડી ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ જેન્તીભાઈ ઢોલ ની સુચના મુજબ આંશિક ફેરફાર સાથે ચેરમેનોની નિમણૂક કરાઈ હતી જેમાં બાંધકામ અને વોટરવર્કસ જેવા મહત્વના ખાતામાં નોંધનીય ફેરફાર કરાયા હતા ભાજપ સદસ્ય પ્રવિણાબેન વઘાસીયા ના પતિ જયસુખભાઈ એ ચાલુ બેઠકમાં પોતાને ફાળવાયેલ ખાતુ નામંજૂર હોય પરત લેવાનું કહી વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકાના વિવિધ ખાતાઓના વરાયેલ ચેરમેનનોમાં કારોબારી અધ્યક્ષ તરીકે સિનિયર ગણાતા પૃથ્વીસિંહ જાડેજાની વરણી કરાઈ છે જ્યારે મહત્વની ગણાતી બાંધકામ કમીટીમાં ચંદુભાઈ ડાભીને જગ્યાએ કૌશિકભાઈ પડાળીયા એ ચેરમેન પદનું સુકાન સંભાળ્યું છે, એ જ રીતે મહત્ત્વની ગણાતી વોટર વર્કસ કમિટિના યુવા સદસ્ય અનિલભાઈ માધડની ચેરમેન પદે વરણી કરાઈ હતી જે કોગ્રેસ માથી ભાજપ માં આવેલ હતા અન્ય કમિટીમાં વાહન વ્યવહાર મનિષાબેન સાવલિયા, જયારેવીજળી કમિટી માં રવિભાઈ કાલરીયા, પણ ચેસ બોડે ની પાટી છોડીને ભાજપ મા આવ્યા હતા સેનિટેશન કમિટી સવિતાબેન મકવાણા, સ્ટાફ સિલેક્શન વિજયાબેન વાવડીયા, માધ્યમિક શિક્ષણ મુક્તાબેન કોટડીયા, હેલ્થ કમિટી ગૌતમભાઈ સિંધવ, આવાસ યોજના ચેતનભાઇ ઠુંમર, વેજીટેબલ કમિટી રંજનબેન સરધારા, ટાઉન પ્લાનિંગમાં નિર્મળાબેન ધડુકની વરણી કરાઈ છે, સદસ્યા પ્રવિણાબેન વઘાસિયાને એન યુ એલ એમ કમિટી સોંપતા તેમના પતિ જયસુખભાઇ વઘાસિયાએ ચેરમેન પદ સ્વીકારવાનો વિરોધ કરી નારાજગી દર્શાવી હતી, આ અગાઉ પણ જયસુખભાઇ વઘાસિયાએ ચેરમેન પદની વરણી વેળા મવડી મંડળના નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી.

નગરપાલિકા દંડક તરીકે ચંદુભાઇ ડાભી, શાસક પક્ષ નેતા તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઈ છે, કારોબારી અધ્યક્ષ બનેલા પૃથ્વીસિંહ જાડેજા નગરપાલિકામાં છેલ્લી સાત ટર્મથી અવિરત ચૂંટાતા હોય અને બહોળો અનુભવ ધરાવતા હોય તેમની નિમણૂક સરાહનીય બની છે, પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્યએ નવી ટીમ સાથે શહેરના ઉતરોતર વિકાસ સતત ગતિશીલ રહે તેવા પ્રયત્નો સાથે તંત્રને દોડતું રહેશે શહેરની જનતાને કોલ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.