બળદના કોઈ આધાર પુરાવા ન રજૂ કરાતા બી ડિવિઝન પોલીસે તપાસનો દોર શરૂ કર્યો
મોરબી નજીક કચ્છથી આઇસરમાં ૧૨ બળદ લઈને જતા ૫ શખ્સોને ગૌરક્ષકોએ રોકી તેમની પૂછતાછ કરતા કોઈ આધાર પૂરાવા મળ્યા ન હતા. જેથી ગૌરક્ષકોએ પાંચેય શખ્સોને પોલીસ હવાલે કર્યા હતા. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસનો દોર ચાલુ છે.
કચ્છના નખત્રાણા થી આઈસર ટ્રક જીજે ૧૨ એઝેડ ૦૦૮૩ આવતી હોય જેમાં પશુઓને ક્રૂર રીતે ભર્યા હોય અને પશુધારા મુજબ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા રાખી ના હોય તેવી માહિતીને પગલે વિશ્વ ગૌ સવર્ધન પરિષદના દિનેશભાઈ લોરિયા, શિવસેનાના કમલેશભાઈ બોરીચા અને બજરંગદળના કમલભાઈ દવે સહીતની સંસ્થાના કાર્યકરો માળિયા ફાટક નજીક વોચ ગોઠવી હતી
જેમાં આઈસર ટ્રક નીકળતા તેણે રોકીને તલાસી લેતા તેમા ૧૨ બળદ ભરેલા હોય જેના આધાર પુરાવા ન હોવાથી દિનેશભાઈએ આઈસર સાથે રહેલ કરશનભાઈ રાઘવજીભાઈ લીમડા, ગોરધનભાઈ કરશનભાઈ રાઠવા રહે-બંને બોડેલી, ભરત શાલમભાઈ બારિયા રહે-જાંબુધોડા, લાભુ કનુભાઈ રાઠોડ અને મોહન રણછોડભાઈ રાઠવાને આઈસર ટ્રક સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યા હતા. બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com