અમુક વાલીઓએ પોતાના બાળકોને શાળા અભિયાસ થી અલિપ્ત રાખ્યા
શાળાના પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જેતપુરમાં ચાલતી એસ.પી.સી.જી ઇંગ્લીશ સ્કૂલમાં વાલિયો દ્વારા ફી વધારા મુદ્દે હલ્લાબોલ કરી પોતાના બાળકોને સ્કૂલે મોકલ્યા ન હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું
જેતપુરના જૂનગાઢ રોડ પર ચાલતી એસ.પી.સી.જી ઇંગલિશ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ગયા વર્ષ કરતા ફી માં તોતીંગો વધારો કરાતા વાલીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ગઈકાલે વાલિયો દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે એક બેઠક યોજેલ હતી પરંતુ તેમાં વાલીઓને સંતોષ કારક જવાબ ન મળેલ હોઈ આ ફી વધારો પાછો ન ખેંચવાનું ટ્રસ્ટીઓ એ જણાવતા આજે વાલીઓએ તેમના બાળકોને શાળાએ ન મોકલી પોતે શાળા ના ગૅઇટ ની બહાર ઉભા રહી વિરોધ કર્યો હતો
આ શાળામાં ગયા છ માસ પેહલા પણ ફી માં વધોરો કરેલ હતો તેમ છતાં ફરી નવા સત્રમાં ફી વધારો કરતા વાલિયો રોષે ભરાયેલ હતા અને વિરોધ કર્યો હતો
વાલિયો વિરોધ કરવાના હોઈ તે અંગે ની જાણ શાળા સંચાલકોને થઇ જતા આજ સવારથી શાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાંમાં આવ્યો હતો અને વાલીઓને શાળા ના ગૅઇટ ની બહારજ રહેવાનું કહેવામાં આવેલ હતું
ફી વધારા મુદ્દે આ સ્કૂલના ટ્રસ્ટી ચંદ્રકાંત છાટબારે જણાવેલ હતું કે જો તેમને સરકાર દ્વારા ફી નિયમન અંગે કોઈ પણ પરિપત્ર મળશે તો તેવો નિયમ મુજબ ફી લેવા માટે બંધાયેલ છે વાલિયો દ્વારા આજે મામલાદારને આવેદન આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com