જસદણ વિંછીયા પંથકના નાની સિંચાઈ વિભાગ હસ્તકમાં આવેલા ૧૯ જળાશયોમાં વર્ષોથી એક પણ ચોકીદાર ન હોવાથી બંને તાલુકાની પ્રજા રામભરોસે છે. હાલ ચોમાસામાં વરસાદનું પણ આગમન થયું છે. વિરસાદ કયારે કેટલો પડે તે નકકી નથી ત્યારે જળાશયો પર ચોકીદારની હાજરી જરૂરી છે.
સરકાર ચોમાસામાં કંટ્રોલમ ૨૪ કલાક ખૂલ્લા રહેવાની જાણ કરે છે. પર જસદણ વિંછીયા પંથકમાં ૧૯ જળાશયો આવેલા છે. આ ડેમોની સ્થિતિ જાણવા માટે તંત્ર પાસે પોતાના કર્મચારી કહી શકાય એવી એકપણ વ્યકિત નથી વર્ષોથી એકપણ જળાશયોમાં સરકારે ચોકીદારની ભરતી કરી નથી.
શહેરના સામાજીક કાર્યકર હિતેશ ગોંસાઈએ જણાવ્યું કે બંને તાલુકાના જળાશયો સો ટકા રીપેરીંગ થયા જ નથી વળી જળાશયોમાં ચોકીદાર ન હોવાથી ગ્રામ્ય પ્રજા ભયના ઓથાર હેઠળ દર ચોમાસાની સીઝનમાં હોય છે. તો હવે ૧૯ જળાશયોમાં ચોકીદાર મૂકવા અંગે પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું.