મોદીએ ઢાકામાં બંગબંધુ- ગાંધી પ્રદર્શન નિહાળી ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો : રાષ્ટ્રીય શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિઝીટર બૂકમાં સંદેશો પણ લખ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે. તેઓ શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ રવાના થયા હતા. સવારે ઢાકાના હજરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું વિશેષ વિમાન સવારે 10: 15 વાગ્યે પહોંચ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં બંગબંધુ- ગાંધી પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીંયા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પહોંચ્યા હતા. અહીં મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના પચાસ વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ અહીં એક છોડ પણ વાવ્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું.

20210326 150014

એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે લઈને બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી પાડોશી દેશના 50માં સ્વતંત્રતા દિવસ પર યોજાનારી સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થશે કાલે 27 માર્ચે સવારે વડાપ્રધાન મોદી તેજગામ કેન્ટોમેન્ટના ઢાકાથી 300 કિલોમીટરના અંતરે આવેલા સતખિરાના શ્યામાનગરના ઈશ્વરીપુર ગામમાં જસોરેશ્વરીના કાલી મંદિરના દર્શન માટે જશે. અહીં પૂજા અર્ચના કર્યા પછી વડાપ્રધાન હેલિકોપ્ટરથી બંગબંધુ મુજીબુર રહમાનના જન્મસ્થળ તુંગિપારા પહોંચશે.

અહીં બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાનું પૈતૃક ગામમાં છે. અહીં ફરી એક વાર શેખ હસીના તેમનું સ્વાગત કરશે. અહીં બનેલા સ્મારકમાં ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત છે. મોદી અહીં એક ઝાડ પણ રોપશે. બંને વડાપ્રધાન બંગબંધુ સ્મારક જશે. અહીં એક વાર ફરી વડાપ્રધાન હેલિકોપ્ટરથી ગોપાલગંજના ઓરાકંડી જશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકંડમાં મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થ સ્થળ ઠાકુરવાડીના દર્શન પણ કરશે. અહીં 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમોની સમાપ્તિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી ઢાકા તેમની હોટલ પર પરત આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.