16 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ હવે 23 નવેમ્બરથી લેવાશે
ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા પાછળ ઠાલવી દેવામાં આવી છે. તેના પાછળનું કારણ છે કે, સરકાર દ્વારા સ્કૂલો તેમજ યુનિવર્સિટીઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ આ નિર્ણયને લઈ ખુશખુશાલ છે. જો કે તેમની પરીક્ષા આ નિર્ણયને લીધે પાછળ ધકેલાઈ છે.
વેકેશન જાહેર કર્યા બાદથી યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો બદલાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે, રાજ્ય સરકારે કરેલી જાહેરાત બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખ બદલાવવામાં આવી છે. જેમાં જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટી સહિત મોટાભાગની યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખો બદલાઈ ગઈ છે.
રાજ્યની ઘણી બધી યુનિવર્સિટીઓમાં દિવાળી બાદ તરત જ પરીક્ષા ગોઠવી દેવામાં આવી છે.
જેને લઈ વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. આ મામલે જીટીયુના કુલપતિ નવીન શેઠ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, હવે જીટીયુની પરીક્ષા 16 નવેમ્બરના બદલે 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે કુલપતિ નવીન શેઠે એવું પણ કહ્યું છે કે, દિવાળી વેકેશન 21 દિવસનું કરાયું છે. જેને લઈ મોટાભાગની યુનિવર્સિટીઓમાં પરીક્ષા કાર્યક્રમ બદલાયો છે. જીટીયુમાં 16 નવેમ્બરથી પરીક્ષા શરૂ થવાની હતી. જેમાં 3, 5 અને 7માં સેમેસ્ટરની પરીક્ષા શરૂ થવાની હતી. જો કે હવે આ પરીક્ષા હવે 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.