અમદાવાદ, ગાંધીનગરમાં પોલીસકર્મીઓને સેનિટાઈઝર વિતરણ કરાયું

સમગ્ર વિશ્વ હાલ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. તેનો ફેલાવો અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ યોગ્ય પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી  (જીટીયુ ) રાજ્ય સરકારને આર્થીક અને ટેક્નિકલી  રીતે સતત મદદરૂપ થઈ રહી છે. તાજેતરમાં જ જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના અધ્યાપકો  દ્વારા વલ્ડે હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડ લાઈન મુજબ સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા કોવિડ-૧૯ વાઈરસનો ફેલાવો થતો અટકાવી શકાય છે .

IMG 20200411 WA0006 1

જીટીયુના કુલપતિ પ્રો ડો નવિન શેઠ અને કુલસચિવ ડો. કે.એન.ખેર દ્વારા તમામ અધ્યાપકોના કાર્યને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના અધ્યાપકો દ્વારા પ્રાથમિક ધોરણે ૨૦૦ લિટર સેનિટાઈઝરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું વિતરણ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં  ગુજરાતના જુદા-જુદા શહેરોમાં તંત્રની સેવામાં કાર્યરત અન્ય કર્મચારીઓને પણ આ સેનિટાઈઝરનું જરૂરીયાત પ્રમાણે વિતરણ કરવામાં આવશે. તથા રાજ્ય સરકારની જરૂરીયાત મુજબ પણ  કટોકટીની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે  મોટા પ્રમાણમાં સેનિટાઈઝરનું ઉત્પાદન કરવાની જરૂરીયાત જણાશે તો જીટીયુ દ્વારા સંપૂર્ણપણે તેની પૂર્તી કરવામાં આવશે.  સમાજ ઉપયોગી દરેક પ્રકારના કાર્યોમાં જીટીયુ દ્વારા તમામ પ્રકારની  સેવાઓ રાજ્ય સરકારના તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.