ડિગ્રી અને ડીપ્લોમાં જેવા કોર્ષો પાસ કરવા હવે વિઘાર્થીઓએ ર૩ના બદલે ૨૮ માર્કસ મેળવવા પડશે
હાયર પાસીંગ પર્સન્ટેજના નિર્ણયને રજુ કરતો પ્રસ્તાવ યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલને મોકલાયો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ સંલગ્ન ડીગ્રી અને ડીપ્લોમાં કોર્ષ કરતા એન્જીનીયરીંગ વિઘાર્થીઓએ હવે પાસ થવા માટે થોડી વધુ કલાકોનું વાંચન કરવું પડશે કારણ કે જીટીયુએ પાસીંગ માર્ક ૩પ ટકા વધારી ૪૦ ટકા કરી દીધા છે. એક તો અગાઉથી એન્જીનીયરીંગ ક્ષેત્રે સીટી ખાલી હોવાથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં પણ હવે પાસીંગ માર્ક વધતા વિઘાર્થીઓને માટે પડયા પર પાટુ માર્યા જેવી સ્થિતિ ઉભી થઇ છે.
ડીગ્રી અને ડીપ્લોમાં ના પેપર કુલ ૭૦ માર્કસના લેવાય છે. જેમાં પાસ થવા ર૩ માર્ક જરૂરી હતા પરંતે હવે વધુ પાંચ એટલે ર૮ માર્કસ મેળવવા પડશે આ અંગે જીટીયુના એક અધિકારીએ જણાવ્યું છે કે આ હાયર પાસીંગ પર્સન્ટેજના નિર્ણયને રજુ કરતો પ્રસ્તાવ યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલને મોકલાયો છે. જો આ નિર્ણય બોર્ડ સ્વીકારી લેશે તો આ હાયર પાસીંગ પર્સન્ટેજ આગામી શૈક્ષણીક વર્ષથી અમલમાં મુકામે.
જીટીયુના વાઇઝ ચાન્સેલર નવીન શેઠે આ અંગે વિગત આપતા કહ્યું કે ભારતભરની યુનિવર્સિટીમાં એન્જીયનીરીંગ કોર્ષમાં પાસ થવા માટે ૪૦ ટકા માર્કસ ફરજીયાત ગણાય છે.
અને આ જ પઘ્ધતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં લાગુ થવાથી વિઘાર્થીઓ પાસીંગ માર્ક મેળવવા વધુ મહેનત કરશે જે તેમની માટે સારી વાત છે. જીટીયુ હેઠળની યુનિવર્સિટીઓમાં કોર્ષ કરતા આશરે ૪ લાખ વિઘાર્થીઓ પર આ નિર્ણયની અસર થશે અને ર૩ ની જગ્યાએ ર૮ માર્કસ મેળવવા વધુ મહેનત કરશે આમ શિક્ષણનું સ્તર વધુ ઉંંચુ આવશે.