ઈન્ટર યુનિવર્સિટી વુડબોલમાં 19, સ્વિમિંગમાં બે અને કલ્ચરમાં ત્રણ મેડલ જીતી જીટીયુ ટેકનીકલ શિક્ષણ, સંશોધન, રમત-ગમત અને કલ્ચરલ ક્ષેત્રમાં અગ્રેસર બન્યું
રાજકોટ ન્યૂઝ : જીટીયુના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં વુડબોલ રમતમાં 19 મેડલ, સ્વિમિંગમાં બે મેડલ, અને કલ્ચરલમાં ત્રણ મેડલ આમ કુલ 24 મેડલ જીત્યા છે. ટેકનિકલ શિક્ષણ, સંશોધન,રમત-ગમત અને કલ્ચરલ ક્ષેત્રમાં જી.ટી.યુ. અગ્રેસર બન્યું છે.
જી.ટી.યુ.ના રમતવીરોની ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં અનોખી સિદ્ધિ મેળવી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વૂડબોલ ટુર્નામેન્ટ જે.એન.સી.ટી. પ્રોફેશનલ યુનિવર્સિટી ભોપાલ મધ્યપ્રદેશ ખાતે જી.ટી.યુ.નું નામ રોશન કર્યું છે. જી.ટી.યુ.ના કુલપતિ ડો.રાજુલ કે ગજ્જર અને કુલસચિવ ડો.કે. એન.ખેર દ્વારા રમત ગમત અને કલ્ચરલ માં ગોલ્ડ,સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમના ખેલાડીઓ મેનેજર અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.
ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વૂડબોલ ટુર્નામેન્ટ જે.એન.સી.ટી. પ્રોફેશનલ યુનિવર્સિટી ભોપાલ મધ્ય પ્રદેશ ખાતે આયોજન થયેલ હતું. જેમાં અલગ અલગ 54 યુનિવર્સિટીઓએ વૂડબોલની સ્ટોક ઇવેન્ટ, સિંગલ સ્ટોક ઇવેન્ટ, ડબલ્સ ઇવેન્ટ, મિક્સ ડબલ્સ ઇવેન્ટ, ફેરવે ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓ ઉચ્ચતમ પ્રદર્શન કરી યુનિવર્સિટી નું નામ રોશન કરે એ માટે યુનિવર્સિટી દ્વારા મેડલ પ્રોત્સાહન પોલીસી પણ બનાવવામાં આવેલી છે જેના થકી ઉચ્ચ પરિણામ શક્ય બન્યું છે.આ તકે જીટીયુના કુલ સચિવ ડો. કે.એન.ખેર સર દ્વારા તમામ ખેલાડી મેનેજર અને કોચને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.
વિવિધ ક્ષેત્રે મેડલો
1) સ્વિમિંગ ડઇઇવિંગ કોમ્પિટિશન
2) 1 મીટર – ગોલ્ડ
3) 3 મીટર – ગોલ્ડ
4) કલ્ચરલ ફેસ્ટ (3 મેડલ,)
5) ડીબેટ – બ્રોન્ઝ
6) વકતૃત્વ – બ્રોન્ઝ
7) વેસ્ટર્ન ઇન્સ. સોલો – બ્રોન્ઝ
8) વુડ બોલ (19 મેડલ)
9) મિક્સ ડબલ્સ – સિલ્વર
10) સ્ટોક સિંગલ્સ- બ્રોન્ઝ
11) ફેર વે વુમન ટીમ – બ્રોન્ઝ
12) ફેર વે મેન ટીમ – બ્રોન્ઝ