જીટીયુ દ્વારા ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકથી અવગત રાખવા માટે સાત નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. સીરીઝના રૂપમાં શરૂ થવા જઇ રહ્યાં છે. 5 દિવસ ચાલનારા આ કોર્સમાં 40 વિદ્યાર્થીઓ ભાગ લેવા જઇ રહ્યાં છે.

MHRD દ્વારા ફંડ મેળવનાર જીટીયુના ડિઝાઇન ઇનોવેશન સેન્ટર દ્વારા ઇકેલ્ટિવ કોર્સીસની સીરિઝ શરૂ થવા જઇ રહી છે, જે અંતર્ગત તારીખ ૨૩ જુલાઇ, ૨૦૧૯ના રોજ શરૂ થયેલ કોર્સનું નામ છે, મેથડ ઓફ એજાઇલ રેપિડ પ્રોટોટાઇપિંગ. આ કોર્સ દ્વારા એડિટિવ મેન્યુફેક્રચરિંગના ક્ષેત્રમાં વપરાશમાં આવનારી નવી ટેક્નોલોજીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે સમજે એ હેતુથી આ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીના વપરાશથી ઇન્ડસ્ટ્રીઝમાં સમય અને પૈસાની બચતથી સારામાં સારું ઉત્પાદન કરી શકાય છે. પહેલું લેક્ચર સબટ્રેક્ટિવ/એડિટિવ મેન્યુફ્રેકચરિંગ યુઝિંગ વેલ્ડિંગ વિષય પર રહેશે. માર્કેટમાં વેચાણ માટે તૈયાર થાય, એવા પ્રોટોટાઇપ બનાવવા માટે આ ટેક્નોલોજી વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગી થશે, તે સંદર્ભમાં આ સેશન ગોઠવવામાં આવેલ છે.અલગ અલગ એન્જિનીયરિંગ અને ફાર્મસી ડોમેઇનનું પૂરતું અને ઊંડાણપૂર્વકનું થિયરી તથા પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને મળી રહે, તથા તેઓ ટેક્નોલોજી પર પોતાનો હાથ અજમાવી શકે એ રીતે આ કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ કોર્સ કીપસેક વેલ્ડિંગ રિસર્ચ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, એલ.ડી. કોલેજ ઓફ એન્જિનીયરિંગ કેમ્પસ ખાતે રાજેશ બેટરીવાલાના માર્ગદર્શનમાં આયોજિત થયો છે.  તારીખ ૨૩ જુલાઇના રોજ આ કોર્સની શરૂઆત થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.