સેમેસ્ટરને કારણે વિદ્યાર્થીઓનાં ડિપ્લોમાં કોર્ષમાં એડમીશન ઘટયા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ એઆઈસીટીઈ ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ટેકનોલોજી એજયુકેશનને સેમેસ્ટર પધ્ધતિ નાબુદ કરવાની અરજી કરી હતી. સુત્રોના આધારે વાઈસ ચાન્સલર નવીન શેઠે જણાવ્યું હ તુ કે તેઓ ટુંક સમયમાં જ એઆઈસીટીઈને આ મામલે રજુઆત કરશે. કારણ કે અધિકારીઓનું કહેવું છે કે યુનિવર્સિટી દ્વારા અપાતા ડિપ્લોમાં કોર્ષમાં સેમેસ્ટર સિસ્ટમને કારણે જ ઘટાડો થયો છે. કેમકે ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જુનમાં આવે છે જયારે જીટીયુનાં ડિપ્લોમાં કોર્ષનાં એડમીશન ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં લેવાય છે. જેની વચ્ચે બેથી ત્રણ મહિનાનો સમય લાગે છે.
તેથી ખૂબજ ઓછા વિદ્યાર્થીઓ સેમેસ્ટરની પહેલી પરીક્ષામાં હાજર રહે છે. જીટીયુની મેનેજમેન્ટ ઓથોરીટીએ સંસ્થાના વાઈસ ચાન્સલરને પણ શિક્ષણ પધ્ધતિમાં ફેરફારો કરવાની સલાહ આપી હતી ત્યારે શેઠે જણાવ્યું હતુ કે આ મામલે તેઓ એઆઈસીટીઈને રજુઆત કરશે.તેમની માંગ છે કે આ વર્ષથી સંપૂર્ણ કોર્ષમાં જો ફેરફારો ન કરવા માંગતા હોય તો ડિપ્લોમાંમાં કોર્ષમાંથી સેમેસ્ટર પધ્ધતિ નાબુદ કરો. જોકે જીટીયુએ તાજેતરમાં જ જાહેર કર્યું હતુ કે તેઓ અંતિમ સેમેસ્ટરની પરીક્ષાના પરિણામો ૨ થી ૩ દિવસમાં જ પરિક્ષાર્થીઓને જાહેર કરી દેશે. સંસ્થા દ્વારા આ સુવિધા માટે અલગથી જોગવાઈ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ મહિના સુધીમાં જ રિઝલ્ટ મેળવી શકે અને ભવિષ્યમાં કયા કોર્ષ કરવા જોઈએ તે અંગે નિર્ણયો લઈ શકે. કે તેઓ અહી શિક્ષણ મેળવવા માંગે છે કે નહી, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવા માગતા હોયતો તેમને પૂરતો સમય મળી રહેશે. ઉલ્લેખનીય છેકે જીટીયુની પધ્ધતિમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવા નિર્ણયો લેવાયા છે. જેની પધ્ધતિ ૧૦ વર્ષ સુધી બદલી નહતી.