ઘરેથી સુવિધાજનક રીતે ઓનલાઈન પરીક્ષા આપવાની વ્યવસ્થા

કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ની ફાળવણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન સહિતના સદસ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ચેરમેનપદે દિલ્હીના ડોક્ટર પ્રદીપ દવેની નિમણૂક કરવામાં આવી છે.્ આ સાથે જ જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને સાંસદ સભ્ય એવા મોહનભાઈ કુંડારીયા અને પૂનમબહેન માડમની રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. પ્રો. ડો. નવીન શેઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ સુધી મેડિકલ ફેકલ્ટીના સદસ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત હાલમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન રેગ્યુલેશન કમિટીના ચેરમેન તથા ફાર્મસી બોર્ડ એઆઈસીટીના સભ્ય પદે પણ કાર્યરત છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ફાર્મા કોગ્નોસીના પ્રેસિડેન્ટ પદને પણ તેઓ શોભાવી રહ્યા છે. મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ પ્રદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર વતી જીટીયુના કુલસચિવ ડો. કે. એન.ખેરે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.