વિદ્યાર્થીઓ સાયન્સના પ્રોજેકટો પ્રેકટીકલ્સ રીતે શીખી શકશે: લેબ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
રાજકોટ ખાતે આવેલી જી.ટી. શેઠ સ્કુલમાં એટીએલ (અટલ ટીન્કરીંગ લેબ)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. લેબની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાયન્સના પ્રોજેકટો પ્રેકટીકલ કરીને શીખી શકે તે હેતુથી આ લેબ બનાવવામાં આવી છે. આ લેબ બનાવવા માટે કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે આવી લેબ ફકત ૧૯ જ છે. ત્યારે આ એક એડવાન્સ લેબ બનાવવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓને ખુબ સારો ફાયદો થશે. આ લેબના ઓપનીંગ માટે ઇસરોના વૈજ્ઞાનિક જયંતભાઇ જોષી તથા ગિજજુભાઇ ભરાડ, અનિલભાઇ અંબાસણા સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
સાથે સાથે જી.ટી. શેઠ સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
હરેશભાઇ વોરા જોઇન્ટ સેક્રેટરી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૈન એજયુકેશન સોસાયટી મુંબઇ સંચાલીત આ સ્કુલ છે. આ સ્કુલ ૩પ વર્ષથી રાજકોટમાં સેવા આપી રહી છે. મઘ્યમ વર્ગના બાળકો કે જે ફ્રી પાછળ જાજો ખર્ચ કરી શકે તેમ નથી. તો તેમને નજીવી કિંમતમાં ૩પ વર્ષથી બાળકોને ભણાવીએ છીએ. સુશીલાબેન શેઠ અત્યારે સેક્રેટરી તરીકે સેવા આપે છે. અમારી આ શાળામાં અટલ ટીન્કરીંગ લેબ બનાવવામાં આવી છે. તથા બીજા મહેમાનો આવેલા છે. અમને ગૌરવ છે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ યોજનાથી આ અટલ ટીંકરીંગ લેબ બની છે. જે ખુબ અગત્યની કહી શકાય આવનારી પેઢીને આ લેબથી ખુબ મોટો ફાયદો થશે. ત્યારે અમને સ્ટાફને પણ ખુબ આનંદની લાગણી છે.