નાફેડના ચેરમેન વાઘજી બોડાના પારિવારીક બે પેકેજીંગ યુનિટ પર જીએસઆઇટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બે દિવસ સુધી ચાલેલી તપાસમાં લાખો રૂપિયાની જીએસટીની ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
તેમજ સ્થળ પર જ 50 લાખની રીકવરી કરી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન જથ્થાબંધ સાહિત્ય પણ કબ્જે કરવામાં આવ્યું હતું. સાહિત્ય તપાસ દરમિયાન વધુ ચોરી થઇ હોવાનું બહાર આવશે.
મોરબીના ઘુટું રોડ અને મોરબી જીઆઈડીસીમાં આવેલ પાર્થ અને સુપ્રીમ પેકેજિંગ યુનિટ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બંને યુનિટ નાફેડના ચેરમેનનાં કુટુંબીનાં હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જીએસટીઆઈના સ્ટાફ દ્વારા સાહિત્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
સાહિત્ય અને પેનડ્રાઈવ પણ મળી આવતા તેને વધુ અભ્યાસ માટે રિજિયોનલ યુનિટ પર લઈ જવામાં આવી છે. આપવામાં આવ્યું છે.