ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ જીએસટી લાયબિલિટીમાં થઈ શકશે નહીં
દર મહિને રૂપિયા ૫૦ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા એકમોને હવે એક ટકા જીએસટી રોકડમાં ચૂકવવો પડશે એકંદરે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ જીએસટી લાયબિલિટીમાં થઈ શકશે નહીં. અલબત્ત નવા નિયમના કારણે કેટલાક થોડે વહીવટ પણ થઈ જાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે.
આ સુધારાના પરિણામે કેન્દ્ર સરકાર આડકતરી રીતે ટીડીએસ પદ્ધતિને ફરીથી લઈ આવતી હોવાનું પણ નિષ્ણાતો માની રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા નિયમોને લઈ તાજેતરમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
જે મુજબ ટેક્સ લાયબિલિટી માટે હવેથી ઇનપુટ ટેક્ષ ક્રેડિટનો ઉપયોગ થઈ શકશે નહીં. તાજેતરમાં જ સીબીઆઈસી દ્વારા ફેક ઇનવોઇસના કૌભાંડને ડામવા માટે ગંભીરતા દાખવવામાં આવી હતી ઘણી વખત ફેક ઇનવોઇસથી આચરવામાં આવતા કૌભાંડ છાપે ચડી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ફરીથી કૌભાંડ થાય નહીં તે માટે જીએસટી પણ રોકડી કરી લેવાના મૂડમાં છે એકંદરે સરકાર પાસે આ નિયમના કારણે વધુ પ્રમાણમાં રોકડ પહોંચશે. માસિક રૂપિયા ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવનારને એક ટકા જીએસટી ચૂકવવો પડશે. આ નિયમ આગામી તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી લાગુ પડશે. અલબત્ત, જે એકમના મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો ભાગીદારે રૂપિયા ૧ લાખથી વધુનો આવકવેરો ચૂકવ્યો હોય અને રિફંડ મેળવ્યું હોય તો તેને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે સીબીઆઈસી દ્વારા ૧૨ હજારથી વધુ કેસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની છેતરપીંડીના નોંધવામાં આવ્યા હતા.આ ઉપરાંત આવા કેસમાં ૩૬૫ લોકોની ધરપકડ પણ થઈ હતી.