૨૦૨૦માં સરકાર માટે આવક કરતા જાવકનો આંકડો મોટો હતો. આવકવેરા અને જીએસટી સહિતના કરવેરાની આવક તળીયે પહોંચી હતી. જો કે, ફરીથી જીએસટીએ જમાવટ કરી છે. છેલ્લા ચાર મહિનામાં સરેરાશ ૧.૧ લાખ કરોડની આવક જીએસટીથી થઈ છે. ચાલુ મહિને તો રેકોર્ડબ્રેક ૧.૨ લાખ કરોડની આવક જીએસટીથી થઈ હતી. આગામી માર્ચ ૨૦૨૨ સુધીમાં જીએસટી કલેકશન ા.૧૫ લાખ કરોડને પાર થઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જીએસટીના કલેકશનમાં સૌથી મોટો હિસ્સો એફએમસીજી સેકટરનો છે. છેલ્લા વર્ષમાં એફએમસીજી સેકટર ૨ ગણો વિકાસદર હાંસલ કરીને ૪.૨ ટકા સુધી પહોંચીગઈ છે. જીએસટી માટેની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર કર્યા બાદ કલેકશન ઘણું વધ્યું છે. આંકડા મુજબ નિકાસ ૧૬ ટકા જેટલી વધી છે. આ ઉપરાંત ઘરેલુ સ્તરે ટ્રાન્જેકશન વધ્યા છે. ઈમ્પોર્ટ પણ ૬ ટકા વધી છે. કોરોના મહામારીની તિવ્રતા ઓછી થયા બાદ ધીમીગતિએ તમામ સેકટરો ખુલ્યા હતા. ઉત્પાદન સેકટર ધમધમવા લાગ્યું હતું. પ્રવાસન પણ ધીમીગતિએ શ થયું છે. આવી સ્થિતિમાં આર્થિક ગતિવિધિના કારણે જીએસટીની આવકમાં વધારો થયો છે.