- કોઈપણ સંજોગોમાં હાઈબ્રીડ વાહનો પર જીએસટી નહીં ઘટે
- પેટ્રોલ ડીઝલ કરતાં પણ હાઈબ્રીડ વાહનો પર જીએસટી વધુ રહેવાના એંધાણ
જી -20 શેરપા અમિતાભ કાંતે મંગળવારે જણાવ્યું હતું કે, ભારત લાંબા સમય સુધી ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટકા અને હાઇબ્રિડ કાર પર 48 ટકા ટેક્સ લાદવાનું ચાલુ રાખશે. મારુતિ સુઝુકી ઈન્ડિયા અને ટોયોટા કિર્લોસ્કર મોટર જેવી મોટી કાર નિર્માતા કંપનીઓ લાંબા સમયથી હાઈબ્રિડ કાર પર ટેક્સ ઘટાડવાની માંગ કરી રહી છે.
કાંતે કહ્યું, અમારી પાસે એક નીતિ માળખું છે જેમાં ઇલેક્ટ્રિક વાહનો પર માત્ર 5 ટકા ટેક્સ છે જ્યારે હાઇબ્રિડ પર 48 ટકા છે, જેને અમે લાંબા સમય સુધી ચાલુ રાખવાની યોજના બનાવીએ છીએ. અમારી નીતિ ભારતમાં બેટરી મેન્યુફેક્ચરિંગને મોટા પાયે પ્રોત્સાહન આપવાની છે.
તેમણે એમ પણ કહ્યું કે ભારત 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે ભારતમાં ઓટોમોબાઈલ કંપનીઓને વિભાજિત કરવામાં આવી છે. મારુતિ સુઝુકી, ટોયોટા અને હોન્ડા જેવી જાપાની કંપનીઓ હાઇબ્રિડ કાર પર ટેક્સ ઘટાડવાની માંગ કરી રહી છે, જ્યારે ટાટા મોટર્સ, હ્યુન્ડાઇ, કિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કહે છે કે માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ભારતના રસ્તાઓને સંપૂર્ણપણે ડીકાર્બોનાઇઝ કરી શકે છે.
ભારતમાં હાઇબ્રિડ કાર પર ૠજઝ દર 28 ટકા છે, જ્યારે ઇલેક્ટ્રિક કાર પર 5 ટકા ટેક્સ લાગે છે. જો કે, વિવિધ અન્ય કરને કારણે, હાઇબ્રિડ કાર પર અસરકારક ટેક્સ દર 48 ટકાની આસપાસ આવે છે. કેન્દ્ર સરકાર જાપાની કંપનીઓની હાઇબ્રિડ કાર પર જીએસટી દર ઘટાડવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
અમિતાભ કાંતે એમ પણ કહ્યું હતું કે ભારતમાં તમામ ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ રિન્યુએબલ એનર્જીથી કરવામાં આવશે. તેમણે કહ્યું, અમે સમગ્ર દેશમાં ઝડપથી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યા છીએ. 26 રાજ્યોએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવી છે. અમે ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ૠજઝ અને હાઇબ્રિડ વાહનો પર 48 ટકા ટેક્સ ડિફરન્સિયલ રાખ્યો છે અને એફએએમઈ અને પીએલઆઇ સ્કીમ પણ રજૂ કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં નીચા ભાવે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે ભારતની આબોહવા આ ઉર્જા ઉત્પાદન માટે યોગ્ય છે.
5 જુલાઇના રોજ, ઉત્તર પ્રદેશ સરકારે હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડ કાર પર 8-10 ટકા રજિસ્ટ્રેશન ટેક્સ માફ કરવાનો આદેશ જારી કર્યો હતો, જેનાથી આ કારની ઑન-રોડ કિંમતમાં રૂ. 4 લાખ સુધીનો ઘટાડો થયો હતો.
ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, કિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ ઓર્ડરનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓ માને છે કે તે ઉત્તર પ્રદેશમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ પર નકારાત્મક અસર કરશે. 11 ઓગસ્ટના રોજ યુપી સરકાર સાથેની મીટિંગમાં, આ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ સમયે હાઇબ્રિડ કારને પ્રમોટ કરવાથી ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટને નુકસાન થઈ શકે છે.
મારુતિ સુઝુકી, ટોયોટા, હોન્ડા અને બજાજે આદેશને ટેકો આપતા કહ્યું કે તમામ ગ્રીન ટેક્નોલોજીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ કારણ કે તે રાજ્યમાં કાર્બન ઉત્સર્જનને ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે. આ કંપનીઓની દલીલો સાથે સહમત થતા યુપી સરકારે 5 જુલાઈના આદેશને પાછો ન લેવાનો નિર્ણય કર્યો હતો.