અત્યારે એસી હોટેલોમાં ૧૮% જીએસટી અને નોન એસી હોટલોમાં ૧૨% જીએસટી લાગે છે
હોટલોમાં જમવાનું સસ્તુ કરવા જીએસટીનો સમાન દર લાગશે એકંદરે રેસ્ટોરન્ટોમાં બહાર જમવાનું સસ્તું થશે કેમકે તમામ રેસ્ટોરન્ટોને સમાન ૧૨% જીએસટી લાગુ કરાશે.
અત્યારે એર ક્ધડીશન્ડ રેસ્ટોરન્ટોને ૧૮% અને નોન એર ક્ધડીશન્ડ રેસ્ટોરન્ટોને ૧૨% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. હવે જીએસટી કાઉન્સિલે તમામ રેસ્ટોરન્ટો (એરક્ધડીશન્ડ એન્ડ નો એરક્ધડીશન્ડ) રેસ્ટોરન્ટોને સમાન જીએસટી ૧૨% લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આ મામલો સંભાળવા એક પેનલની નિમણૂંક કરવામાં આવી છે. આસામના નાણામંત્રી હિમંતા બિશ્વા બિબાત્શાના વડપણ હેઠળ એક પેનલની રચના કરવામાં આવી છે. કેમકે તમામ રેસ્ટોરન્ટોને સમાન દરે જીએસટી લાગુ કરવાની ભલામણ પણ બિબાત્શાએ જ કરી હતી કેમકે તેઓ આર્થિક બાબતોનાં નિષ્ણાંત છે. તેઓનો અભિપ્રાય છે કે એરક્ધડીશન્ડ એન્ડ નોન એરક્ધડીશન્ડ રેસ્ટોરન્ટોને એક સમાન દરેક જીએસટી લાગુ કરવા માટે પેનલની રચના કરવી જોઈએ.
અત્યારે એર ક્ધડીશન્ડ લકઝરી હોટલોમાં ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ ૧૮% હોવાના કારણે જમવાનું સ્વાભાવિક રીતે જ મોંઘું બન્યું છે. જેની સામે નોન એરક્ધડીશન્ડ રેસ્ટોરન્ટોમાં જીએસટી દર પ્રમાણમાં ૬% ઓછો છે. જેથી ‘બિલ’ ઓછુ બને છે. પરંતુ હવે તમામ રેસ્ટોરન્ટોમાં સમાન દરે જીએસટી લાગુ કરાતા બહાર જમવાનું સસ્તુ થશે તે નકકી છે.