નવી ફેસીલીટી થકી કરદાતાઓના સમયની પણ બચત થશે

જીએસટી નેટવર્કથી કરદાતાઓને રીટર્ન ભરવું સરળ બનશે. દરમિયાન જાણવા મળે છે કે જીએસટી વેપારીઓને મેન્યુઅલી રીફંડ ચુકવવા અરજી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ જીએસટીમાં અત્યાર સુધીમાં ૧૫ થી વધુ એપ્લિકેશન આવી છે. એપ્લિકેશન કર્યા બાદ ૬૦ દિવસમાં રિફંડ ચુકવવાનું રહે છે.

જીએસટી નેટવર્કે એક સ્ટેટમેંટમાં જણાવ્યું છે કે જીએસટી પોર્ટલ પર હવે જીએસટી નેટવર્કથી કરદાતાઓને રીટર્ન ભરવું વધુ ઈઝી બનશે. આ સર્વિસ પહેલીવાર જીએસટીઆર-૩.બી રીટર્નમાં શ‚ કરવામાં આવી છે. આ ‘નિલ’ જીએસટીઆર-૩ બી રીટર્ન છે. ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ નેટવર્કના સીઈઓ પ્રકાશ કુમારે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, જીએસટી નેટવર્કથી કરદાતાઓને રીટર્ન ફાઈલ કરવામાં થતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. તેમાં બે મત નથી. આમાં કરદાતાનો સમય પણ બચી જશે જીએસટી નેટવર્ક પર રેલેવન્ટ ફાઈલ જ દેખાશે જેથી કરદાતાના સમયની બચત થશે.

ટુંકમાં જીએસટીએન એટલે જીએસટી નેટવર્ક પોર્ટલને એવી રીતે ટેકનિકલ સજ્જ કરાયું છે. જેથી કરદાતાઓને રીટર્ન ભરવું સરળ બનશે. દરમિયાન, જીએસટી આવ્યા બાદની પરિસ્થિતિનો ચિતાર જાણવા માટે આગામી ૨૬મી ડિસેમ્બરે એક બેઠક યોજાશે. જેમાં રાજયભરના સ્ટેટ જીએસટીના જોઈન્ટ કમિશનરો, એડિશ્નલ કમિશનરો, ડેપ્યુટી કમિશનરો, પ્રિન્સિપાલ કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો વગેરે હાજર રહેશે. સ્ટેટ જીએસટીના મુખ્ય અધિકારીએ આ મીટીંગ સંદર્ભે તમામ કચેરીની કામગીરી તેમજ વેપારીઓને રજુ કરેલા પ્રશ્ર્નો મંગાવ્યા છે. છેલ્લા એક મહિનામાં જીએસટીમાં થયેલા સુધારા બાદ આ અંગે પણ ધ્યાન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.