સી.એ. નિલેશ સુચકે  વેપારીઓને આપ્યું માર્ગદર્શન

જીએસટી જે ૧ જૂલાઈથી અમલમાં આવી રહી છે. ત્યારે અનેકવિધ સંસ્થા દ્વારા જીએસટીને લઈ સેમીનારનું આયોજન કરવામાં આવતા હોઈ છે, ત્યારે રાજકોટ ખાતે રઘુવંશી વ્યાપારીઓ દ્વારા જીએસટીને લઈ એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અમદાવાદથી આવેલા સીએ નિલેશ સુચકે જણાવ્યું હતુ કે જીએસટી લાગુ થવાની વાત ઘણા સમયથી થતી હતી પરંતુ હવે જયારે ૧લી જુલાઈથી લાગુ થઈ રહ્યું છે. ત્યારે નાના વ્યાપારીઓને થોડી તકલીફનો સામનો કરવો પડશે. પરંતુ સમય જતા નાના વ્યાપારીઓ પણ જીએસટીથી અનુકુળ થઈ જશે, તેઓએ દાખલો દેતા જણાવ્યું હતુ કે, વેટ જયારે લાગુ થવાની વાત આવતી હતી ત્યારે તેઓ પર વેટથી અનુકુળ થઈ ગયા હતા. આ નિર્ણય વિશે જણાવતા નિલેશ સૂચકએ કહ્યું હતુ કે, સરકારનો આ નિર્ણય ખૂબજ સરાહનીય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.