મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાને વોશીંગ મશીન, સેનેટરી પેડ ડિસ્પોઝલ અને ડસ્ટબીન અપાયા
રાજકોટની એકરંગ મનો દિવ્યાંગ દિકરીઓની સંસ્થા છેલ્લા ૮ વર્ષથી સતત કાર્યરત છે જેની શરૂઆત ૭ દિકરીઓથી કરવામાં આવી હતી.હાલ ૩૫ દિકરીઓને હુંફ આસરો અને હુંફ મળી રહી છે. તેમની પુરી કાળજી લેવામાં આવે છે. આ જગ્યા પર સ્વચ્છતા જળવાય રહે માટે રાજકોટ જીએસટી કમિશનર દ્વારા ડસ્ટબીન, સેનેટરી પેડ, ડિસ્પોઝલ મશીન અને વોશીંગ મશીન આપવામાં આવ્યા હતા. સૌ લોકો સ્વચ્છતા તરફ આગળ વધે તેવા ઉદેશ સાથે જીએસટી કમિશનર કુમાર સંતોષ (આઈઆરએસ) જણાવ્યું હતું. હજુ પણ એકરંગને કોઈપણ વસ્તુની જરૂરીયાત હશે તો તે પૂર્ણ કરવાની તૈયારી જીએસટી વિભાગ તત્પર રહેશે.
જીએસટી મનોદિવ્યાંગો માટે કેવા કાર્યો કરી શકે તેનું મનોમંથન: કુમાર સંતોષએકરંગ ગર્લ્સ ઈન્સ્ટિટયુટમાં રાજકોટ જીએસટી વિભાગ દ્વારા વોશીંગ મશીન, સેનેટરી પેડ ડીસ્પોઝલ મશીન આપવાની સાથે સ્વચ્છતાને ધ્યાનમાં લઈ કચરાપેટી પણ આપવામાં આવી છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી તેમના જ વિભાગનાં અધિકારીગણે મનોદિવ્યાંગ બાળકો માટે કેટલાક કાર્યો કરી શકાય તે અંગે મનોમંથન કર્યું. ખાસ ૩૬ દિકરીઓને સાચવી તેની સેવા કરવા બદલ એકરંગ સંસ્થાને બિરદાવી હતી. દિકરીઓને જે કંઈ પણ જરૂરીયાત હશે તે આપવામાં આવશે અને આ સંસ્થા જેવી બીજી સંસ્થાઓને પણ પ્રોત્સાહન કરવામાં આવશે.
સ્વચ્છતા અંગે લોકજાગૃતિ એજ ધ્યેય: કમલેશ પ્રજાપતિરાજકોટ અપીલ્સ સેન્ટ્રલ જીએસટી સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ અને કસ્ટમનો અહીંમા વર્ક કરનાર વિભાગ છે. આ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજકોટમાં ગયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, વિનોબા ભાવે સ્કુલ અને અન્ય બે શાળાને એડોપ્ટ કરી તેમની જરૂરીયાતો પુરી કરવાનો પ્રયાસ કર્યો છે.
એકરંગ માનસિક દિવ્યાંગ બહેનોની સંસ્થાના સંચાલક કમલેશ પ્રજાપતિએ જણાવ્યું કે, તેવો તેમની પત્ની સાથે ૩૫ જેટલી મનોદિવ્યાંગ દિકરીઓને સાચવે છે. ખાસ તો જીએસટી કમિશનર રાજકોટ દ્વારા સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને દિકરીઓને સેનેટરી નેપકીન ડિસ્પોઝલ મશીન અને વોશીંગ મશીન સાથે ડસ્ટબીન પણ મુકાવી હતી. સ્વચ્છતા અંગે લોકજાગૃતિ આવે અને દરેક ક્ષેત્ર સ્વચ્છતાને લઈ આગળ વધે તેવા પ્રયાસો કરાયા હતા.