રાજ્યમાં વેપારીઓમાં જાગેલા ઉહાપોહ બાદ GST કાઉન્સીલ દ્વારા ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની મુદ્દતમાં 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી તા.10 જાન્યુઆરી સુધીમાં વેપારીઓ જૂલાઇથી નવેમ્બર માસ સુધીનું રિટર્ન ફાઇલ કરી શકશે.
વેંચાણના આંકડાઓ સાથેની વિગતોનું ત્રિમાસિક રિટર્ન GSTR-1 ફાઇલ કરવા માટેની મુદ્દત 31 ડિસેમ્બર સુધીની હતી. વેપારીઓમાંથી મળેલી રજુઆતો બાદ GST કાઉન્સીલ દ્વારા આ મદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. GST ના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા તારીખ લંબાવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂ.1.5 કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ જૂલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનાના વેંચાણની વિગતો આગામી તા.10 જાન્યુઆરી સુધીમાં રજુ કરી શકશે.
GSTR-1 નામથી ઓળખાતુ આ રિટર્ન જૂની વ્યવસ્થા અનુસાર 31 ડિસેમ્બર સુધીમાં રજુ કરી દેવાનું હતું. જ્યારે નવેમ્બર માસના આંકડા 10 જાન્યુઆરી સુધીમાં આ૫વા જણવવામાં આવ્યું હતું. જ્યારે ડિસેમ્બર 2017 માં થયેલા વેંચાણનું GSTR-1 રિટર્ન 10 ફેબ્રુઆરી સુધીમાં ફાઇલ કરી દેવાનું રહેશે.
વાર્ષિક રૂ.1.5 કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ વેચાણની વિગતો 15 મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાના રહેશે. તેમણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના વેચાણના આંકડાઓની વિગતો સાથે ફોર્મ નંબર GSTR-1 આપવાનું રહેશે. આ જ રીતે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળા માટે તેમણએ 20 મી એપ્રિલ સુધીમાં ફોર્મ ફાઈલ કરી દેવાનું રહેશે.
ટર્નઓવરમાં આવતા ફેરફાર મુજબ માસિક કે ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ આ૫વામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 1.5 કરોડની મર્યાદામાં જ ટર્નઓવર રહેવાની શક્યતા હોય તો વેપારીઓ ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ ૫સંદ કરી શકે છે.