ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસે નાણાકીય વર્ષ 2018 માટે વાર્ષિક રિટર્ન અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવાઓમાં વિસંગતતાઓને લઈને ડિસેમ્બરમાં લગભગ 1,500 વ્યવસાયોને રૂપિયા 1.45 લાખ કરોડની ડિમાન્ડ નોટિસ મોકલી છે. આ સંખ્યા મોટી છે કારણ કે નોટિસ આપવાની છેલ્લી તારીખ છે. વર્ષ 2017-18 માટે નિયત તારીખ 31 ડિસેમ્બર, 2023 હતી. બીજી તરફ આ ટાઈમબારિંગના કેસ છે અને પરિણામ સ્વરૂપે જીએસટી વિભાગે ઉદ્યોગકારોને નોટિસ પાઠવી છે.
સેન્ટ્રલ જીએસટીએ વર્ષ 2023ના મે માસથી 29, 273 બોગસ પેઢીઓ શોધી કાઢવામાં આવી
રૂપિયાઆ 1.45 લાખ કરોડમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે. વર્ષ 2017-18માં કુલ 7.25 મિલિયન જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. કરની ઓછી ચૂકવણી માટે તપાસ માટે માત્ર એક નાનો ભાગ લેવામાં આવ્યો હતો. 2017-18 અને 2018 માટે, અધિકારીએ જણાવ્યું હતું કે 19,48,000 જીએસટી રિટર્ન 30 ડિસેમ્બર સુધી ચકાસણી માટે લેવામાં આવ્યા હતા, જ્યારે સિસ્ટમ દ્વારા વિસંગતતાઓ મળી આવી હતી અથવા ફ્લેગ કરવામાં આવી હતી, બંને વર્ષની વિગતો આપ્યા વિના.
મળતી માહિતી મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે 2017-18ની સમયમર્યાદા પૂરી થતાં, વિભાગે તેનું ધ્યાન 2018-19 તરફ વાળ્યું છે અને આગામી દિવસોમાં નોટિસનું પ્રમાણ વધી શકે છે. નાણાકીય વર્ષ 2019 માટે ચકાસણી માટે લેવામાં આવેલા તમામ રિટર્નમાંથી, 8,000ની વધુ તપાસ થવાની છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. સરકારે 2018-19 અને 2019-20ના રિટર્નમાં વિસંગતતાઓ માટે ડિમાન્ડ નોટિસ જારી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 એપ્રિલ કરી છે. મોટા પાયા પર નોટિસ જારી કરવા પાછળનું બીજું કારણ એ છે કે જ્યાં કરચોરી મળી આવી હોય ત્યાં કરવેરાની વસૂલાત નબળી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રીય જીએસટી અધિકારીઓ દ્વારા આશરે રૂ. 1.51 લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢવામાં આવી છે, જ્યારે રૂ. 50,000 કરોડના આંતરિક લક્ષ્યાંક સામે 30 ડિસેમ્બર સુધીની વસૂલાત રૂ. 18,541 કરોડ છે. નાણા મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, મે 2023ના મધ્યભાગથી 44,015 કરોડ રૂપિયાની શંકાસ્પદ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચોરીમાં સામેલ કુલ 29,273 નકલી કંપનીઓ શોધી કાઢવામાં આવી છે. હકીકતલક્ષી અને અર્થઘટન બંને મુદ્દાઓ પર કર જવાબદારીઓની વસૂલાત માટે હાલમાં 2018-19 માટે નોટિસ જારી કરવામાં આવી રહી છે.