સરકારે જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કર્યો છે પણ નોટિફીકેશન જાહેર કર્યું નથી એટલે હોટલ એસોસિએશને હોટલ માલિકોને સુચના આપી
તાજેતરમા દિલ્હીમા મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં એસી રેસ્ટોરન્ટ પરનો જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાની જાહેરાત થઇ છે પણ જયાં સુધી સત્તાવાર નોટીફીકેશન ન આવે ત્યાં સુધી એસી રેસ્ટોરન્ટ ૧૮ ટકાનો જીએસટી વસુલ કરશે એમ સાઉથ ગુજરાત હોટલ એસોસિયેશનના હોદ્દેદારોએ સ્પષ્ટતા કરી છે. ગ્રાહકોમાં ગેરસમજ ના ઉભી થાય તે માટે એસોસિયેશનની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી.
સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ સનત રેલિયાએ કહ્યું હતું કે સરકારે નોન એસી રેસ્ટોરાં પર ૧૨ ટકા જ્યારે એસી રેસ્ટોરાં પર ૧૮ ટકાનો જીએસટીનો દર રાખ્યો હતો.ઉપરાંત હોટલના રૂમ ભાડા પર પણ ૧૨ ટકા થી ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં સમાવેશ કરાયો હતો.
જેના કારણે વિદેશોની સરખામણીએ સ્થાનિક ટુરીઝમ મોંઘુ થતું હોવાની એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જીએસટી સ્લેબમાં રાહત આપવાની માંગણી કરાઇ હતી.
શુક્રવારે મળેલી જીએસટી કાઉન્સિલની ૨૨મી બેઠકમાં એસી રેસ્ટોરન્ટ પરનો જીએસટી દર ઘટાડાયો છે પણ જયાં સુધી સરકારનું નોટીફીકેશન જાહેર ન થાય ત્યાં સુધી તામ હોટલ માલિકોએ એસી રેસ્ટોરન્ટ પર જીએસટીનો દર ૧૮ ટકા જ વસુલવો.
સત્તાવાર નોટીફીકેશન ન આવે ત્યાં સુધી એસી રેસ્ટોરન્ટ ૧૮ ટકાનો જીએસટી વસુલ કરશે એમ સાઉથ ગુજરાત હોટલ એસોસિયેશનના હોદ્દેદારોએ સ્પષ્ટતા કરી છે. ગ્રાહકોમાં ગેરસમજ ના ઉભી થાય તે માટે એસોસિયેશનની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી.