સ્ટોક કલીયરન્સનો ધમધમાટ: જીએસટીના કારણે વેપારીઓમાં મુંઝવણ, નુકસાની જવાની ભીતિ
જીએસટીના કારણે ઉધોગ જગતમાં મોટાપાયે ફેરફારો થવાના હોવાથી તમામ ક્ષેત્રના વેપારીઓ સ્ટોક કલીયરન્સ કરી રહ્યા છે. જીએસટી લાગુ થયા બાદ માર્કેટ ઉપર તેની શું અસર થાય છે તેને ધ્યાને લઈને નવી ખરીદી વેપારીઓ દ્વારા કરવામાં આવશે. સૌથી વધુ અસર કાપડ માર્કેટને થવાની ભીતિ હોવાથી બજારમાં સેલનો ધમધમાટ શરૂ થયો છે.
આ બાબતે ધર્મેન્દ્ર રોડ કાપડ માર્કેટમાં વિમલ શો-‚રૂમના જેમિનિભાઈ ઠાકરે કહ્યું હતું કે, કાપડ માર્કેટમાં જીએસટીમાં બવ મોટા પ્રોબ્લેમ થશે. કાપડ પર સેલ ટેકસ ભુતકાળમાં રહ્યો જનથી. કાપડના વેપારીઓએ પ્રોસિઝરથી ૧૫ દિવસની વાર છે છતા અજાણ છે નાના વેપારીઓને સ્ટોકના મેળ ન હોય, રુટિન હિસાબો ન મળતા હોય, ટોટલ કાપડ સમુદાય જીએસટીને લઈ મુંઝવણમાં છે. જે મેન્યુઅલી બિલ બનાવે છે. તેઓને બિલ બનાવવા માટે ખુબ મુશ્કેલી પડશે અને વેપારીઓએ વધુ શિક્ષિત થવું પડશે.
આ ઉપરાંત અંબિકા શો-રૂમ કલ્યાણીભાઈએ કહ્યું હતું કે, સેન્ટ્રલ એકસાઈઝ પહેલા સુધી હતી. માલ બને ત્યારે જ ટેકસ હતો. હવે જયારે જીએસટી આવી રહ્યું છે ત્યારે અમારા વ્યવસાયમાં ઘણા પ્રોબ્લેમ ઉભા થશે. કાપડના તાકામાં બારકોડ પોસિબલ નથી ત્યારે જે તાકાનું વેચાણ થાય ત્યારબાદ તેના સ્ટોકનું શું કરવું ? તેના પ્રશ્ર્ન પણ ઉઠી રહ્યા છે. આ ઉપરાંત માર્કેટમાં ૧૦૦ દુકાનોમાંથી ૯૯ દુકાનોમાં કોમ્પ્યુટર નથી, ઈન્ટરનેટ, પ્રિન્ટર જેવી સુવિધા નથી ત્યારે જીએસટી લાગુ થયા બાદ આ બધી સુવિધાઓ વિકસાવી પડશે. જેના પરિણામે વેપારીઓના ખર્ચમાં વધારો થશે. સરકારે આ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવું જોઈએ અને જીએસટીની પઘ્ધતિ સરળ બને તે માટે સરકારે ગંભીર બનીને જ‚રી કામગીરી કરવી જોઈએ. આ ઉપરાંત અરવિંદ સ્ટોર રૂમના સુરેશ પટેલે કહ્યું હતું કે, સાડીનો પહેરવેશ ઓછો થયો છે અને જીએસટી આવતા સાડી મોંઘી પણ થશે. એક તરફ સાડીનો ઉધોગ પહેલા જેવો ચાલી રહ્યો નથી તેમાં પણ જીએસટીનું ભારણ વધતા આ ક્ષેત્રનો વિકાસ ‚રુંધાય જશે. વધુમાં જીએસટી લાગુ થવાથી ઘણા પ્રશ્ર્નો પણ ઉભા થઈ રહ્યા છે જે વેપારીઓ માટે મુશ્કેલ‚પ બની રહેશે. જીએસટીની અમલવારીથીટેક્ષટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ ભાંગી પડે તેવી ભીતિ પણ વ્યકત કરવામાં આવી રહી છે.યાજ્ઞિક રોડ ઉપર બ્લુ કલબ શો‚મના માલિક શનિભાઈએ કહ્યું હતું કે, જીએસટી આવવાથી ક્ધઝયુમર ઓપ્ટેકમાં મુશ્કેલી નહીં આવે. ભાવ કંટ્રોલમાં રહેશે. આ ઉપરાંત સોર્સીંગને લઈને પણ હકારાત્મક અસર થશે તેવી આશા છે. બીલ માટે સોફટવેરો અપડેટ કરાવી લેવામાં આવ્યા છે. જેથી ગ્રાહકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે. જે સ્ટોક છે જેમાં નુકસાન જવાની શકયતા છે પણ ભવિષ્યમાં સારા પરિણામો આવે તેવી પણ આશા વ્યકત કરવામાં આવી રહી છે. જોકે નાના વેપારીઓ જીએસટીનો ફટકો સહન કરી શકશે નહીં તેવી ભીતિ છે