ખુબજ મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી બહાર આવે તેવી શક્યતા : રાજકોટ સહિત અન્ય શહેરોની ટીમ પણ  કાર્યવાહીમાં જોડાઈ

કેન્દ્ર સરકાર સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જે પણ વ્યાપારિક સંગઠન અથવા તો વ્યાપારી પેઢી કરચોરી કરતી હોય તેના ઉપર આંકડા પગલાં લેવામાં આવે જેના ભાગરૂપે ઇન્કમટેક્સ વિભાગ અને જીએસટી વિભાગ સતત સર તેને સર્વેની કામગીરી કરી રહ્યું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારોને બહાર લાવી રહ્યા છે. આવકવેરા વિભાગ બાદ હવે જીએસટી વિભાગ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પેટ્રોલ પંપ ઉપર ત્રાડકી બેનામી વ્યવહારો બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ચાર પેટ્રોલ પંપ અને જૂનાગઢના એક પેટ્રોલ પંપ સહિત કુલ આઠ જગ્યાઓ ઉપર જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ ત્રાટકી છે. જેને ધ્યાને લઈ પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ કાર્યવાહીમાં રાજકોટ સહિત અન્ય શહેરોની ટીમ પણ જોડાઈ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં  જીએસતીની કરચોરી કરતા પેટ્રોલ પંપના સંચાલકોને ત્યાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીએસટી વિભાગ દ્વારા  અત્યાર સુધીની તપાસ જે કરવામાં આવી તેમાંથી કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવવાની શક્યતા છે. આ તપાસ હજુ લાંબા સમય સુધી ચાલે તેવી પૂર્ણ શક્યતાઓ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પહેલીવાર આ રીતે પેટ્રોલ પંપના સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોય એવું બન્યું છે. એટલુંજ નહીં બાકી રહેલા પેટ્રોલ પંપ ઉપર પણ જીએસટી વિભાગ ત્રાટકે તો નાવાઈ નહીં. ઘણા સમયથી જીએસટી વિભાગ દ્વારા પેટ્રોલ પમ્પમાં થતી ગેર રીતી અંગે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે બાદ પેટ્રોલ પંપમાં મોટે ભાગે રોકડેથી જ વ્યવહાર થતો હોવાનો તેમજ જે આવક થાય છે તે મુજબ ટેક્સ નહિ ભરાતો હોવાની બાતમી જીએસટી-વેટના એન્ફોર્સમેન્ટ વિભાગને આપવામાં આવી હતી.

બાતમી મળ્યા બાદ અને તેની ખરાઈ કર્યા બાદ ટેક્સચોરી પકડવા જીએસટી વિભાગના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા વિવિધ ટીમ પાડી વિવિધ પમ્પો પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં ચાર તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે.દરોડાના પગલે અન્ય પેટ્રોલ પંપના સંચાલકોએ પોતાના વ્યવહારો છુપાવવા માટે લાગી ગયા હતા. જોકે અત્યાર સુધી કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે પરંતુ તે સત્તાવાર રીતે જાહેર કરવામાં મૌન સેવી લીધું છે. નોંધનીય છે કે, નોટબંધીમાં સૌથી વધુ વ્યવહારો પેટ્રોલ પંપ સંચાલકોના જ મળ્યાં હતાં. જેની પુન: તપાસ શરૂ કરી છે. પેટ્રોલ પંપ ઉપર જે જીએસટીના દરોડા પાડવામાં આવ્યા તેનાથી અન્ય પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ વપરાટ મચી જવા પામ્યો છે કારણકે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા જીએસટી નો ટેક્સ ન ભરવો પડે તે માટે ઘણી ખરીદે આચારવામાં આવતી હતી જે અંગેની જાણ થતા જ સૌથી મોટી તવાય બોલાવવામાં આવેલી છે.

પેટ્રોલ પંપ ઉપર જીએસટી વિભાગ ત્રાટકતાની સાથે એ વાત ઉપર સતત પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે કે આજે ઇન્વેસ્ટિગેશન હાથ ધરાયું છે તે આવનારા દિવસોમાં પણ યથાવત રીતે ચાલુ રહે તો નવાઈ નહીં કારણ કે હાલ જે આઠ પંપ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે તેમાંથી કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને કરચોરી અંગેની માહિતી મળી રહેશે. એક વર્ષમાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા જે રીતે સર્ચ અને સર્વેની કામગીરી કરવામાં આવી તેનાથી ખૂબ મોટી કરચોરીઓ પકડવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.