- મધ્યપ્રદેશના બોગસ બિલિંગ નું ભાવનગર કનેક્શન ખુલ્યું જેમાં ઈન્દોરની GST ની ટીમ બે સ્થળો પર ત્રાટકી
- અમદાવાદમાં એશિયન ગ્રેનીટો ઉપર આવકવેરા વિભાગની તવાઈ, એક સાથે 40 સ્થળો પણ આઇટીનું મેગા ઓપરેશન, 200થી વધુ અધિકારીઓ જોડાયા રાજકોટની ટીમનો પણ સમાવેશ
હાલ સરકાર સાથે કોઈ પણ રીતે છેતરપિંડી અથવા તો ગેરરીતિ આચરતાં લોકો ઉપર સરકાર હરકતમાં આવી છે. તને લઈ આવકવેરા વિભાગની સાથોસાથ જીએસટી ની ટીમ પણ તવાઈ બોલાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા સર્ચ અને સર્વે ના ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પણ સામે આવ્યા છે. અરે ફરી એક વખત સેન્ટ્રલ જીએસટી ની ટીમ દ્વારા ભાવનગર ખાતે તવાઈ બોલાવવામાં આવી હતી તો બીજી તરફ આવકવેરા વિભાગે અમદાવાદ ખાતે ૪૦ થી વધુ સ્થળો ઉપર એકસાથે સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે જેમાં એ વાતની આશા છે કે ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો પણ સામે આવશે.
મધ્યપ્રદેશમાં બસ બિલિંગ કૌભાંડ ખૂબ મોટી માત્રામાં ઝડપાયું છે અને જેનું કનેક્શન ભાવનગર ખાતે ખૂલ્યું હતું આ સંદર્ભ ને ધ્યાને લઇ ઈન્દોરની સેન્ટ્રલ જીએસટી ટીમ ભાવનગર ખાતે આવી પહોંચી હતી અને બે સ્થળો ઉપર તવાઈ પણ બોલાવવામાં આવી હતી જેમાં એક રત્ન કલાકારની સાથે પાનકાર્ડના એજન્ટ ને ઝડપી પાડવામાં આવ્યા છે. હાદાનગર વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકારના ડોક્યુમેન્ટના આધારે મધ્ય પ્રદેશમાં કંપનીની રચના કરવામાં આવી હતી અને તેમાં કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે.
બીજી તરફ જશોનાથ વિસ્તારમાં પાનકાર્ડ એજન્ટની ઓફિસ ધરાવતા શખ્સની પણ સંડોવણી ખુલી હતી. આ પાનકાર્ડ એજન્ટની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, તેઓના દ્વારા અજાણ્યા લોકોના પણ ડોક્યુમેન્ટો ગેરકાયદે અન્ય રાજ્યમાં બોગસ બિલિંગ માટે પધરાવવામાં આવ્યા હોવાની તંત્રને શંકા છે. રત્ન કલાકાર અને એજન્ટના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ જીએસટી ની ટીમ આવી છે તેનાથી અનેક નવા ખુલાસા બહાર પડશે તો નવાઈ નહીં.
એવીજ રીતે આજ વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ અમદાવાદ સાથોસાથ કડી કલોલ ખાતે આવેલા એશિયન ગ્રેનીટો શહીદ ચાલી સ્થળો ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે ત્યારે આ કામગીરીમાં રાજકોટ ની ટીમ પણ જોડાઇ છે અને આજે રેડ કરવામાં આવી છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં આઇટી ટુકડી પહોંચી છે જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ શેરબજારના કારોબારીઓના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે. અમદાવાદમાં એશિયન ગ્રાનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી વિગત મુજબ આપેલા વિભાગની ટીમ ગુજરાત બહાર પણ આ કામગીરીમાં જોડાય છે અને હિંમતનગર ખાતે આવેલી ફેક્ટરી ઉપર પણ આવકવેરાની ની ટીમ ત્રાટકી હતી.
આ તકે જે રીતે સેન્ટ્રલ એજન્સીએ ની ટીમ કામગીરી હાથ ધરી રહી છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં પણ આવકવેરા વિભાગ અને જીએસટી ટીમ અને સ્થળો પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરશે. અરે સીરામીક કંપની ઉપર કવાલી બોલાવતા અન્ય સિરામિક ઉદ્યોગકારો માં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.