ભારત સહિત વિશ્વના 28 દેશોમાં એકથી વધુ જીએસટીનો દર
જીએસટીમાં સરકારે સુધારા કરીને પોતે સ્પષ્ટ કરી દીધુ કે જીએસટી લાગુ કરવામાં ખામીઓ હતી તેમ ચર્ચાઈ રહ્યું છે. સરકાર જે સચ્ચાઈનો હવાલો હવે આપી રહી છે તેને જીએસટી લાગુ કરતા પહેલા નજર અંદાજ કરાઈ હતી તેવા પણ સવાલો ઉઠ્યા. પરંતુ જીએસટીમાં સુધારા કરીને પણ કેટલાક સવાલો ઉઠ્યા છે. સરકારે જીએસટી ની અમલવારી કર્યા બાદ એ વાત સૂચિત કરી હતી કે આ નિર્ણયથી વન નેશન વન ટેક્સ શકય બનશે પરંતુ વાસ્તવિકતા એ છે કે જીએસટીના અલગ અલગ ડરના કારણે ઘણા પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે તેનું નિવારણ કેવી રીતે લાવવું તે પણ એટલું જ જરૂરી છે.
હા એ વાત સાચી છે કે જીએસટીની અમલવારી બાદ દેશની અર્થવ્યવસ્થાને ઘણો એવો ફાયદો પહોંચ્યો છે અને સરકારની તિજોરી પણ છલકાય છે પરંતુ વિવિધ ચીજ વસ્તુઓના દરમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવિત થયા છે. ઉદાહરણરૂપે મીઠાઈને પાંચ ટકાના જીએસટી દરમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સામે ચોકલેટનો ઉપયોગ જો કોઈ મીઠાઈ અથવા તો કોઈ ચીકીમાં થાય તો તે ચીજ વસ્તુને 18 ટકાના દરમાં લેવામાં આવ્યું છે જે ખરા અર્થમાં વ્યાપારીઓના મતે અયોગ્ય છે.ત્યારે આ તમામ સ્થિતિને ધ્યાને લઈ આવનારા સમયમાં જીએસટીના મારખામાં બદલાવ આવે તેવી શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
જીએસટીની અમલવારી ને છ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે છતાં પણ અનેક અવરોધોનો સામનો હાલ આ કાયદો કરી રહ્યું છે પરંતુ જો જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી દરમાં બદલાવ કરવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નોનું ત્વરિત નિવારણ શક્ય બનશે. પ્રતિમાસ દોઢ લાખ કરોડ રૂપિયાની આવક દેશને જીએસટી મારફતે થઈ રહી છે અને ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 22 ટકાનો ઉછાળો પણ જોવા મળ્યો છે. વિશ્વના 115 દેશોમાં જીએસટીની અમલવારી કરવામાં આવી છે જેમાં 40 દેશોમાં એકમાત્ર કોમનદર નિર્ધારિત કરવામાં આવ્યો છે જ્યારે 28 દેશોમાં અલગ અલગ જીએસટીના દર નિર્ધારિત કરાયા છે. ભારતમાં જીએસટીના ટેક દર 0%, 5%, 12%, 18% અને 28% નક્કી કરાયો છે.
જીએસટીની સૂચિમાં કોઈપણ ખાદ્ય સામગ્રીમાં જો કોકોનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો તે મીઠાઈને પાંચ ટકાના દરમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ જો કોઈપણ ચીજ વસ્તુ કે ખાદ્ય ખોરાકમાં ચોકલેટ અથવા કોકો જેવી વસ્તુનો ઉપયોગ કરાય તો તે વસ્તુને 18% ના દરમાં લેવાયું છે. આ નિર્ણયના કારણે અનેક તકલીફો અને પ્રશ્નો પણ ઉદભવિત થઈ રહ્યા છે જેને દૂર કરવા ખૂબ જરૂરી છે. આત્મા લાગુ થયેલી જીએસટી કાયદામાં 21 સેક્શન હેઠળ 99 ચેપ્ટર નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં 1244 હેડિંગ અને 5224 સબ હેડિંગ આપેલા છે અને આ દરેકના મતલબ ખૂબ વ્યાપક છે જેને ઓળખવા અને સમજવા ખૂબ કઠિન છે. ત્યારે તમામ સ્થિતિને ધ્યાને લઈ વનનેસન વન ટેક્સ શક્ય નથી.