સેલવાસમાં જીએસટી કમિશન રેટ અને ફેડરેશ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના સંયુકત ક્રમે જીએસટી અંગે સેમિનાર યોજાયો

જીએસટીથી કોઇને મુશ્કેલી સર્જાશે નહીં, જીએસટી દેશના નવનિર્માણનો મંત્ર છે. તેમ જીએસટી કમિશન રેશ્મા લખાણીએ સેલવાસ ટાઉન હોલમાં ઉઘોગ સંચાલકોને સંબોધિત કરતા જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પહેલા જીએસટીને લઇને જે ભ્રમ હતો તે હવે રહ્યો નથી. જીએસટીની સેકટર વાઇઝ બુકસ આવી ચુકી છે. સેમીનારમાં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ.એસ. ગુપ્તાએ વેપારી મિત્રોને જીએસટીની ઓનલાઇન પ્રક્રિયા અંગે માહીતી આપી હતી. વેપારીઓ માટે પ્રશ્ર્નમંચ પર ગોઠવવામાં આવ્યું હતું જેમાં વેપારીઓના પ્રશ્ર્નોના સરળભાષામાં ઉત્તર આપવામાં આવ્યા હતા.  જીએસટી કમિશનરેટ અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો. સેલવાસના સંયુકત ઉપક્રમે આયોજીત આ સેમીનારમાં કલેકટર ગૌરવસિંહ રાજાવત, નાયબ કલેકટર સૌમ્યાજી, ચન્દ્રકાન્ત પારેખ, સંજીવ કપુર, અજીત દેશપાંડે, પી.કે. જડિયા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.