જીએસટી કાઉન્સિલની બેઠકમાં સહમતી બની ગઈ છે: નાણા મંત્રાલયે આપી જાણકારી.
જીએસટીની નવી વ્યવસ્થામાં ટેકસ દર ૪૦ ટકા હોય શકે છે. જીએસટી કાઉન્સિલમાં ઉપરોકત સૌથી વધુ ૨૮ ટકા વધારવા પર સહમતિ બની ગઈ છે. જેના માટે મોડલ જીએસટી બીલમાં સંશોધન કરવામાં આવશે. નાણા મંત્રાલયના સુત્રોએ જાણકારી આપી હતી કે કેન્દ્ર સરકારને હવે પહેલી જુલાઈથી જીએસટી લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મોડલ જીએસટી કાનુનના આધાર પર જ કેન્દ્રિય જીએસટી અને રાજય જીએસટી બીલ બનાવવા ઈચ્છે છે. અધિકારીઓએ નકકી કર્યા બાદ આ પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલની સામે રજુ કરાયો. આગામી જુલાઈથી જીએસટીનો અમલ થાય તે માટેની તૈયારીઓ છે પરંતુ હાલના સંજોગો જોતા જુલાઈથી જ માર્ગ મોકળો થઈ ગયો છે અને તેવા સંકેતો છે. સૌથી વધુ રેટ વધવાથી ઉપરોકત સ્લેબ પર અત્યારે કોઈ અસર નહીં થાય આ ૫, ૧૨, ૧૮ ટકા અને ૨૮ ટકા રહેશે. ગત વર્ષે કાઉન્સિલમાં ચાર સ્લેબ પર સહમતિ બની હતી. અત્યારે સૌથી વધુ રેટ ૨૮ ટકા છે. ભવિષ્યમાં આને વધારવાની જ‚ર પડે તો સંસદની મંજુરી લેવી પડશે. આનાથી બચવા માટે સરકાર વધુ ટેકસ રેટની મંજુરી પહેલાથી જ લઈ લેવા ઈચ્છે છે.
બિલમાં જોગવાઈ છે કે…ઉપરોકત જીએસટી બીલમાં જોગવાઈ છે કે ટેકસ રેટ ૧૪ ટકાથી વધુ ન હોવું જોઈએ. કેન્દ્ર અને રાજય બન્નેના ૧૪.૧૪ ટકા મેળવીને ૨૮ ટકા દરની જ જોગવાઈ છે. બિલમાં ૧૪ ટકાથી વધારી ૨૦ ટકા કરવામાં આવે એટલે કેન્દ્ર-રાજય બન્નેને મળીને ટેકસ દર ૪૦ ટકા રહેશે.