આઝાદી બાદ દેશમાં સૌ પ્રથમવાર કરમાળખામાં સૌથી મોટા અને અને ઐતિહાસિક કરસુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) નો અમલ થયો છે. જે અંતગત ટેકસ ભરવામાંથી છટક બારી શોધનારા વેપારીઓનું આવી બન્યું છે. જી હા, માત્ર રૂ૧પ ની ચોરી કરનાર એક વેપારીને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ભોગવવો પડયો, આ કિસ્સો આંધ્રપ્રદેશમાં બન્યો હોવાનું માલુમ પડયું છે. એક વેપારીએ બીલમાં ૧પ રૂપિયાનો ગફલો કર્યો હતી. અને જીએસટીના નિયમનો ભંગ કર્યો જેને વળતરમાં ૨૦,૦૦૦ નો દંડ ચૂકવવો પડયો છે.જેથી સાબીત થાય છે કે જીએસટીના નિયમોનું પાલન કરવું ફરજીયાત બની ગયું છે.
હવે કરચોરીને ૧ રૂપિયાની પણ ગફલત કરવાનો મોકો મળશે નહી જીએસટીની અમલવારી બાદ બે મહિનામાં જ સરકારે દુકાનદારો તેમજ વેપારીઓની તપાસ કરવાની શરુ કરી સાથે કોણ જીએસટીના નિયમોનું ઉલ્લંધન કરે છે ? તે બાબતે શોધખોળ શ‚ કરી તેમને સજા ફટકારવા મુદ્દે ચર્ચા કરી આ કામગીરીને સફળ બનાવવા ૨૦૦ સીનીયર આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ, અધિકારીઓની સતત કુશળતાએ શહેરો, તાલુકાઓ ગામડાઓ સહીત તમામ વિસ્તારોમાંથી જીએસટીનું પાલન ઉલ્લંધન કરનાર વેપારીઓ, દુકાનદારોને ઝડપી પાડયા હતા.
ઘણાં વેપારીઓ ગ્રાહકોને જીએસટીના નામે લૂંટ ચલાવતા આ પ્રકારે એક વેપારીએ તેને રેડીમેડ કપડાની દુકાનમાં એક રૂ૩૦૦ ની કિંમતનું ગ્રાહકને વેચ્યું જેની પુરી કિંમત તેણે મેળવી પરંતુ બિલ આપ્યુ નહી બસ આવી પહોંચી સરકારી નોટીસ, જીએસટીનું કડક પાલન નહી થાય તો દંડ ફટકારવામાં આવશે. જો કે હાલ જીએસટીના નિયમોનું ભંગ કરનાર માટે દંડની ચોકકસ રકમ નકકી કરવામાં આવી નથી.પરંતુ ટેકસ અધિકારીઓને આ દંડ પોતાની નકકી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ડિલોઇત ઇન્ડિયાના પાર્ટનરનું કહેવું છે કે જે લોકો ટેકસ ચૂકવે છે તેને પ્રોત્સાહન આપવું જોઇએ કયાંક જીએસટીને સ્વીકારી તેમણે બહાદુરીનું કામ કર્યુ છે.