યુનિવર્સિટી કોલેજો પાસેથી જીએસટી વસૂલશે, કોલેજો ફી વધારો કરી વિધાર્થીઓ પાસેથી જીએસટી વસૂલશે અંતે ગરીબ વિધાર્થી જ પીસાશે

સાત વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જીએસટી ન ભરતા હવે કાલે નાણાં ભરવાનો છેલ્લો દિવસ: યુનિવર્સિટી જીએસટી વિભાગ પાસે નાણાં ભરવા વધુ સમય આપવાની રજૂઆત કરશે

ગુજરાતમાં કોલેજો પાસેથી વિવિધ સેવાઓ પર વર્ષ 2017થી 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. એટલે કે ભણતરના ભાર પર જીએસટીનો માર. છેલ્લે તો બધું વિધાર્થીઓ પાસે જ વસુલવામાં આવતું હોય છે. માત્ર સીક્સનકજ featured

નહિ પણ સરકારે તો ઘણી એવી વસ્તુ ગૌ મૂત્ર લેવું હોય તેમાં પણ જીએસટી નાખી દીધું છે. ત્યારે વાત એવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજો પાસેથી જીએસટી વસૂલવાનું ભૂલી ગઈ હતી. અને ઓડિટ દરમિયાન પણ આ ક્ષતિ ધ્યાનમાં આવી નહોતી. દરમિયાન 7 વર્ષ બાદ જીએસટી વસુલવાનું યાદ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલ્યો છે. હવે કોલેજોએ 2027થી 2023 સુધીનો જીએસટી ચૂકવવો પડશે. જો કે જીએસટી વિભાગે બે મહિના પહેલા જ યુનિવર્સીટીને નોટિસ મોકલી હતી અને 10 કરોડ જેટલી માતબર રકમ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે એટલે હવે યુનિવર્સીટી તાત્કાલિક જીએસટી ભરી શકે તેવી હાલતમાં ના હોય એટલે આ જીએસટી ભરવા માટે થોડો ટાઈમ મળે તે માટે જીએસટી વિભાગને રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વર્ષ 2017થી લાગુ કરવામાં આવ્યો પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છ વર્ષ બાદ હવે એટલે કે વર્ષ 2023માં કોલેજોની જુદી જુદી ફી ઉપર જીએસટી વસૂલવાનું યાદ આવ્યું છે. યુનિ. સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર પાઠવીને નવી કોલેજ, નવો અભ્યાસક્રમ,નવું જોડાણ, વધારાનું જોડાણ, ચાલુ જોડાણ, કાયમી જોડાણ સહિતની જુદી જુદી ફીમાં 18 ટકા જીએસટી વસુલ કરવાનું કહેવામાં આવ્યું છે. આશ્વર્યની બાબત તો એ છે. કે, કોલેજોએ જીએસટી વર્ષ 2023થી નહીં પરંતુ 2017થી લઇને અત્યાર સુધીનો ચૂકવવો પડશે. જો કે આ બાબતે એકપણ કોલેજ ત્યાર નથી અને કોલેજો દ્વારા હાઇકોર્ટમાં પણ રિટ કરવામાં આવી છે.

ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓ દ્વારા આ મામલો જીએસટી કાઉન્સિલમાં પણ લઈ જવાયો હતો પરંતુ તેમની વાત ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી અને અન્ય કેટલીક યુનિવર્સિટીઓએ જીએસટી ભરી પણ દીધો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જીએસટી ભરી શકશે કે કેમ? કે જીએસટી વિભાગ પાસે વધુ સમયની માંગ કરશે તે જોવું રહ્યું.

  • જીએસટી લાગ્યા બાદ સ્ટેશનરીમાં 5 થી 20 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. તો સ્કૂલ શુઝમાં પણ 12 ટકા જેટલો વધારો થયો છે.
  • જીએસટીના કારણે વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 5 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
  • વાલીઓ જણાવી રહ્યા છે કે દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થતું જાય છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો હાલ મૂંઝાઇ રહ્યા છે.
  • જો કોઈ વાલીને બે-ત્રણ બાળક હોય તો શિક્ષણનું બજેટ કઈ રીતે બનાવવું તે પ્રશ્ન થઈ પડે છે.
  • કેટલીક શાળા દ્વારા અપાયેલા લિસ્ટ મુજબ ખરીદી કરવામાં આવતી હોય છે.
  • શૂઝ, બેલ્ટ અને બેગ પર સરકારે 18 ટકા જીએસટી લગાવ્યા છે.
  • જ્યારે સ્કૂલ ડ્રેસ, નોટબુક, વોટર બોટલ, કંપાસ બોક્સ , પેન-પેન્સિલ પર 12 ટકા જીએસટી લગાવામાં આવ્યો છે.
  • મધ્યમ વર્ગ મોંઘા શિક્ષણથી પીડાયેલો હતો. ત્યારે શિક્ષણની વસ્તુઑને પણ જીએસટીનો ડામ લાગતા આ ડામમાં પીસાવાનો વારો તો બીચારા વાલીઓને જ આવ્યો છે

જીએસટી ન ભરવા મુદ્દે સંચાલક મંડળએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને જયારે જીએસટી વિભાગની નોટિસ મળી ત્યાર બાદ યુનિવર્સીટી સફાળી જાગી હતી અને કોલેજોને 6 વર્ષ નો જીએસટી ભરવા જણાવ્યુ હતું જો કે આ બાબતે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ છેલ્લા છ વર્ષમાં ક્યારેય પણ જીએસટી સહિતની ફી ભરવાની છે તે અંગે પરિપત્ર કર્યો નથી. સૌરાષ્ટ્રની તમામ સંલગ્ન કોલેજો બોમ્બે ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ નોંધાયેલા ટ્રસ્ટ સંચાલીત છે. 2017 પહેલા પણ જયારે સર્વિસ ટેક્સનો કાયદો હતો ત્યારે કોલેજો પાસે ટેક્સ 18 ટકા લેખે માંગવાનું નક્કી કરાયું છે તે ગેરબંધારણીય છે. પાછળથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આ વસૂલી શકે નહિ જેથી પરિપત્ર રદ ન થતા અમે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

જીએસટીના નાણાં ભરવા માટે વધુ સમય આપવા માંગ કરીશું: રજિસ્ટ્રાર રૂપારેલીયા

બે મહિના પહેલા જીએસટી વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસેથી નાણાં વસૂલવા નોટિસ મોકલી છે આવતીકાલે નાણાં ભરવાનો છેલ્લો દિવસ હોય યુનિવર્સીટી ધંધે લાગી છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રજીસ્ટારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે નાણાં ભરવાનો છેલ્લો દિવસ છે જો કે આ મામલે મેં જીએસટી કમિશ્નર સાથે વાતચીત કરી છે અને તેઓએ પણ અમને વધુ સમય આપવા માટે લેખિતમાં રજૂઆત કરવા કહ્યું છે બને ત્યાં સુધી મુદત વધારી આપશે તેમ જીએસટી કમિશનરે જણાવ્યું છે. આજ સાંજ સુધીમાં અમે જીએસટી વિભાગ પાસે સમય માંગી લેશું અને યોગ્ય રસ્તો કાઢીસુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.