આવકવેરાના આંકડામાં વિસંગતતા હોઇ તેવા હજારો ખાતાની કરાશે તપાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દેશના આર્થિક માફીયાઓ જેવા કરચોરો પર આકરી તવાઇ લાવવાના પગલાના નિર્દેશો આપી કરચોરી અને મનીલોડીંરીનું કરનારાઓ પર સખત કાર્યવાહી હાથ ધરી છે. સરકારે હજારો એવા મામલાઓ શોધી કાઢયા છે કે જેમાં જીએસટી અને ઇન્કમટેકસ રિર્ટનના આંકડાઓમાં વિસંગતત્તા સાથે તાળમેળ થતો નથી.

સરકાર દ્વારા આંકડાકીય માહીતી અને તેના પૃથ્થકરણમાં જીએસટીની ભરપાઇ અને આવકવેરાના આંકડામાં વિસંગતતા હોય તેવા હજારો ખાતાઓની તપાસ શરુ કરીને તમામ વિરુઘ્ધ નોટીશો ઇસ્યુ કરવામાં આવી છે. અર્થતંત્રના કરોડરજજુના પ્રથમ મણકા જેવા જીએસટી અને આવકવેરાનો આ ક્ષેત્રમાં આચરવામાં આવતી ગેરરીતીઓ અને બોગસ કંપનીઓ અને પેઢીઓ ઉભી કરીને કરવામાં આવતી ગેરરીતી સામે તંત્રએ તવાઇ ઉતારી છે.

સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી નોટીસમાં જીએસટી અને આવકવેરાની વિસંગતતાને ખાસ ઘ્યાનમાં લેવામાં આવી છે. અગાઉ સરકારે રાતો રાત તૈયાર થયેલી બોગસ પેઢીઓ અને સેલ કં૫નીઓ અને તેના ડાયરેકટરોને ઉઘાડા પાડયા હતા. જીએસટી અને આવકવેરાની વિસંગતતામાં આવી બોગસ પેઢીઓની સંડોવણી ખુલ્લી છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌ પ્રથમવાર આવક વેરા અને જીએસટી રીટર્નનના સવૈયાઓના તાળા મેળવવાનું અભિયાન હાથ ધરીને જીએસટીના દાવાઓ અને ઇન્કમટેકસની વિસંગતતાઓ સામે કાર્યવાહી કરવાનું શરુ કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ જીએસટી નિયમ ભંગ કરનારા કસુરવારોને ધરપકડથી બચવા કોઇપણ પ્રકારના કામદાકીય રક્ષણ આપવાનો ઇન્કાર કરીને જીએસટીની ગેરરીતી કરનારાઓ સામે આકરી કાર્યવાહીના નિર્દેશો આપ્યા હતા.

સરકાર દ્વારા કરવામાં આવેલી આંકડાકીય વિગતોની સમીક્ષામાં મહેસુલ વિભાગને ઘ્યાનમાં આવ્યું છે કે જીએસટી અને આવકવેરા રીર્ટનની ચુકવણીમાં મોટે પાયે ગેરરીતીઓ આચરવામાં આવે છે અને ખાસ કરીને આ ગેરરીતી કસ્ટમ વિભાગમાં કેટલાક વેપારીઓએ દરિયા પારથી કરવામાં આવતી આયાત અને નિકાસમાં કર રાહતો અને ભરવાપાત્ર કરમાં ઇન્કમટેકસ રિર્ટન અને જીએસટીમાં મોટી ગેરરીતીઓઆચરાતી હોવાનું ઘ્યાને આવ્યું છે.

સરકારના આર્થિક સર્વમાં વિવિધ ટેકસ એજન્સીઓ દ્વારા સ્વાયત રીતે કામ કરે છે પરંતુ હવે સાવચેતી પૂર્વક કરચોરો સામે આકરી કવાયતના ચક્રો ગતિમાન કર્યા છે. આવકવેરા શાખાના વર્તુળોએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં આંકડાકીય સમીક્ષામાં કરચોરી કરતી હજારો કંપનીઓ મળી આવી છે. હવે ચુંટણી પુરી થયા બાદ મહેસુલ વિભાગ કરચોરો પર તુટી પડવા તૈયાર થયું છે. ઘણાં લાંબા સમયથી આવકવેરા વિભાગમાં જીએસટીને લગતી ગેરરીતીની ફરીયાદો ઉઠી છે. પરંતુ રાજદ્વારી નેતાગીરી અને રાજય અને કેન્દ્ર દ્વારા આ નવો કર માળખાની સ્થિરતા માટે થોડો વધુ સમય માંગવામાં આવ્યો હતો હવે ચુંટણી પુરી થઇ છે. ત્યારે જીએસટીની ગેરરીતીઓ કરનારોઓની ધરપકડની કાર્યવાહી શરુ થશે આવા કિસ્સામાં મનપસંદ બેવરજીસ  જેવી કંપનીઓના કેસ બોર્ડ ઉપર લેવાશે.

બોગસ પેઢીઓ ઉભી કરી ને ખોટા દાવાઓ કરનારાઓને ઉઘાડા પાડવામાં આવશે. બોગસ પેઢીઓ ઉભી કરીને કોઇપણ જાતનો ધંધા વગર માત્રને માત્ર કાગળ ઉપર પેઢીઓ ઉભી કરીને આવક-જાવકના સરવૈયાઓનું ડાયરેકટરો અને સંચાલકોના નામે બોગસ વ્યવહારો ઉભા કરીને ખોટો ટ્રાન્ઝેશન બતાવીને ટેક્ષ ક્રેડિટના લાભ લેવામાં આવે છે. પરંતુ આવા ટ્રાઝેકશન આઇટી રીર્ટનમાં બતાવવામાં આવતા નથી. હવે આધાર નંબર જેવા મહત્વના પુરાવાઓ સાથે સંકલિત ગેરરીતીની સમીક્ષા સાથે જ દેશભરમાં આવકવેરા વિભાગે જીએસટી અને  આઇટી રીટર્નની વિસંગતતાઓ શોધી શોધીને બોગસ પેઢીઓ ઉભી કરીને ખોટા ટ્રાન્ઝેકશન બતાવીને આયાત-નિકાસના વ્યવહારો બતાવીને રાહતો મેળવવામાં હવે ઇન્કમટેકસ રિર્ટનમાં રહેલી વિસંગતતાઓને આધારે કરચોરો પર તવાઇ લવાશે.

દેશના મહેસુલ વિભાગ માટે કમાઉ દિકરા જેવા ગુડ એન્ડ સર્વિસ ટેક્ષની આવકના આંકડો મે મહિનામાં ૧ લાખ કરોડને આંબી ગયો છે . ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન જીએસટી ની આવક રૂ ૯૪.૦૬ કરોડની નોંધાઇ હતી.

આ વખતે મે મહિનામાં આ આંકડો ૧ લાખ કરોડ સુધી પહોચ્યો છે. મે મહિનામાં જીએસટીની આવક ૧,૦૦,૨૮૯ કરોડ નોંધાવી હતી. જો કે આ આવક એપ્રિલ મહિનાની ૧૧૩૮૬૫ કરોડથી ઘણી ઓછી છે કુલ ૭૨.૪૬ લાખ જીએસટી આરબીબી રીટર્ન મે મહિનામાં સૌથી

વધારે ભરાયા હતા. જો એપ્રિલમાં ભરાયેલા ૭૨.૧૩ લાખથી વધુ હતા. મે ર૦૧૯ માં એક જ મહિનાની ગુડ એન્ડ સર્વિસ ટેકસની મહેસુલી આવકનો આંકડો ૧૦૦૨૮૯ કરોડ ૧૭૮૧૧ કરોડ એસ. જીએસટી ૨૪.૪૬૨ આઇ.જીએસટી ૪૯૮૯૧ કરોડ અને શેર્સ તરીકે ૮૧૨૫ કરોડ જમા થયા હોવાનું નાણા મંત્રાલયે જામી કરેલા રિપોર્ટમાં જણાવાયું છે.

૨૦૧૯માં ૧,૧૩,૮૬૫ કરોડ રૂયિપા જીએસટીની આવક સામે મે મહિનામાં ૧,૦૦,૨૮૯ કરોડ જમા થઇ હતી. મે મહિનામાં દેશભરમાં કુલ ૭૨.૪૫ લાખ જીએસટી આર ૩બી રીટર્ન જમા થવા હોવાનું જીએસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.