દવાની અછત સર્જાવાની સંભાવનાને પગલે દર્દીઓને વિકલ્પમાં વધુ દવા રાખવા સુચન: જીએસટી બાબતે જાગૃતતાસભર કાર્યક્રમો યોજવા માટે વેપારીઓની માગ
સેક્રેટરી ઓફ રાજકોટ કેમિસ્ટ કાઉન્સર્લિંગ અને હોલસેલ દવાના વેપારી આદિનાથ ડિસ્ટીબ્યુટર્સ અનિમેશભાઈ દેસાઈએ કહ્યું હતું કે, જીએસટી સામે માઈગ્રેશન બંધ થઈ ગયું છે. ૧ થી ૧૫ તારીખ સુધીનું તો ઘણા બધાને માઈગ્રેશન મળ્યું નથી. ડોકયુમેન્ટ બધા જ હોવા છતાં હજુ માઈગ્રેટ મળ્યું નથી. સૌથી પહેલો પ્રશ્ર્ન એ છે કે ડેટા ફાઈલ કરી દેવા આવ્યા છે વેપારી દ્વારા તો ૧ તારીખે જીએસટી નંબર નહીં હોય તો કેવી રીતે વ્યાપાર કરશું. સૌથી મોટો પ્રશ્ર્ન એ છે. બીજા અમારા ઘણા પ્રશ્ર્નો કેન્દ્ર સરકાર સામે રજુઆત કરેલી છે અને અવાર-નવાર લખીને મોકલેલા છે પરંતુ સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી. ખાતા પાસે જઈએ છે તો તેઓને પણ આ બારામાં કોઈ માહિતી હોતી નથી. બીજી કોમોડીટીમાં એવું થઈ શકે કે ૧ કેર દિવસ બંધ રાખી શકે જયાં સુધી બધી ચોખવટ ન આવે ત્યાં સુધી વ્યાપાર ઉભો રાખી શકે. દવામાં વેપાર ઉભો રાખી ન શકાય. કારણકે મનુષ્ય જીવન સાથે અમે સંકળાયેલા હોઈએ અને ખુબ જ તકલીફ પડે તેમ છે. ૧ તારીખે દવા બજાર ચાલુ રાખવા ખુબ જ પ્રયત્ન કરીએ છે અને હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં ૨૨ ગામમાં સેમિનાર પણ કર્યા છે અને રવિવારે રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં ૧ હજાર સૌરાષ્ટ્ર કચ્છના મેમ્બરનો ખુબ મોટો સેમિનાર રાખવામાં આવ્યો છે. તંત્રને રજુઆત છે કે અમારા જે પ્રશ્ર્નો છે તેનો ખુલાસો કરો અને જો અમે દવાનું વેચાણ કરી ન શકીએ તો બજારમાં અંધાધુંધી ફરી વળશે જેની તંત્ર પણ નોંધ લે.
ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટ એવું કહે છે કે કોઈપણ દવાનું વેચાણ બીલ વગર કરવું નહીં તો ૧લી તારીખે અમારી પાસે વેંચાણની એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે બીલ બનાવીને દવા આપી શકીએ. કારણકે સરકારે એવી કોઈ ચોખવટ જ કરી નથી અને માનવતાની દ્રષ્ટીએ અમે કોઈને હેરાન નહીં થવા દઈએ એની હું આપના માધ્યમ દ્વારા ખાતરી આપું છું. જરૂર પડશે તો બીલ વગર મફત દવા આપશું પણ દર્દીઓને હેરાન નહી થવા દઈએ. હું દર્દીઓને જણાવવા માંગીશ કે દવાબજારમાં ફકત ૧૦ થી ૧૨ દિવસનો સ્ટોક છે. કયારે નવુ બિલીંગ કંપનીઓમાંથી શ‚ થશે અને કયારે નવો સ્ટોક આવશે કોઈને ખબર નથી ત્યારે એક મહિનાની દવા દરેક દર્દી વધારે માત્રામાં દવા વિકલ્પ તરીકે રાખે. કારણકે આ અફડા તફડી કેટલા દિવસ આપશે તે કોઈ નકકી નથી. અમારા વ્યાપારીઓને પણ આર્થિક નુકસાની જઈ રહી છે તો વ્યાપારી પણ માલનું ભારણ ઓછુ કરી નુકસાની ઘટાડી રહ્યા છે તો તે કારણોસર પણ દવા બજારમાં અછત ઉભી થશે. હું અઢી, બે હજાર વ્યાપારીઓને સૌરાષ્ટ્ર કચ્છમાં મળીને આવ્યો છું કોઈ તૈયારી નથી વ્યાપારીની કોઈ જ્ઞાન નથી અને સરકાર દ્વારા કોઈ વર્કશોપ કરવામાં આવ્યા નથી. વાઘેલા સાહેબ જે કમિશનર ગુજરાત સ્ટેટ આવ્યા હતા તેમણે કહ્યું હતું કે, અહીં ટેકટ મિત્રો મુકશું પરંતુ તે પણ હજુ મુકેલ નથી અને સરકારે પણ કોઈ હેલ્પ લાઈન મુકેલ નથી. જીએસટી હેલ્પલાઈનમાં પણ નંબર લાગતા નથી તો આ મામલે સરકારે દરેક વ્યાપારી સુધી જવાની જ‚ર છે અને તેના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવાની જરૂર છે. આ રીતે તઘલગી રીતે જીએસટી લાગુ કરવામાં ખુબ જ જોખમ છે.
રાજ ફાર્મા એજન્સી તથા એબીસી મેડિકલ સ્ટોરના સંચાલક ઘનશ્યામભાઈ કાલરિયાના કહેવા પ્રમાણે જીએસટીનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે સરકારના અધિકારીનું એવું કહેવું છે કે, કાયદો ખુબ જ સરળ છે પરંતુ કાયદાને એટલો ગુંચવણભર્યો છે કે સામાન્ય વ્યાપારીને બિઝનેસ કરવો કે સ્ટોકને જાળવી રાખવો તે ખૂબ મુશ્કેલ છે.
મુળ જે ટેકસ ૫ ટકા હતો તે ૧૨ ટકા થશે. જીએસટી આવતા ત્યારે જે વેચવાનો ભાવ સરખો છે પરંતુ ૧૨ ટકા આવી જતા અંદરથી ૭ થી ૮ ટકાનો જે નુકસાની થાય છે તે વેપારી કઈ રીતે કંપની પાસે કે સરકાર પાસે કવર કરવી તે કોઈ પણ જાત વાતચીત સરકાર દ્વારા કરવામાં આવી નથી. વેપારી જેમ સ્ટોક ઓછો કરે તેમ નુકસાની થવાના કારણો ઓછા છે. પરંતુ માનવતાના ધોરણે દર્દીઓને જો ઈમરજન્સીમાં જરૂરત પડે તો પણ અફડાતફડી મચશે.