જીએસટી કાઉન્સિલની 34મી બેઠક મંગળવારના રોજ મળવાની છે. જેમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટી રેટમાં ઘટાડો કરવા સહિત વિભિન્ન બાબતો પર ચર્ચા કરાશે. જોકે, ચુંટણીના કારણે આચાર સહિંતા લાગુ થઇ ચૂકી હોવાથી રેટમાં ઘટાડાની શક્યતા નહિંવત્ છે. કાઉન્સિલની 24 ફેબ્રુઆરીની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને સસ્તા ઘરો પર જીએસટી રેટને ઘટાડીને ક્રમશ: 5 ટકા અને 1 ટકા કરી દેવાયો છે.

નવા દર એક એપ્રિલથી લાગુ થશે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અથવા રેડી-ટુ મુવ ફ્લેટની ચુકવણી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની સાથે 12 ટકા જીએસટી લાગે છે. સસ્તા મકાનો પર જીએસટી દર 8 ટકા છે. બિલ્ડરો કાચા માલ અને સેવા પર ચૂકવતા ટેક્સ પર ક્યાં સુધી ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે જેનો ઉલ્લેખ બેઠકમાં કરવામાં આવી શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે પહેલી એપ્રિલથી નવી ટેક્સ વ્યવસ્થા અમલમાં આવશે.

સરકાર ધ્યાન રાખશે ઇનપુટ ક્રેડિટ નાબુદ થતા ધરની કિંમત ન વધે: રિયલ એસ્ટેટ પર જીએસટી દરની સમિક્ષા કરનાર મંત્રી સમૂહની રજૂ કરવામાં આવ્યું છે. દરમાં ઘટાડો થવાના કારણે બિલ્ડર એનો ફાયદો ગ્રાહકોને ન આપે. સૂત્રોએ કહ્યું કે કાઉન્સિલની બઠકમાં રાજ્યોમાં વિભાગની સાથે નિર્માણાધીન ઘર પર જીએસટી ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળી રહે તે માટેની રૂપરેખા નક્કિ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.