અમદાવાદ ખાતે મળેલી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોના હોદેદારની બેઠક બાદ લેવાયો નિર્ણય

તા.૦૧ જુલાઈ ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની અમલવારી કરવામાં આવી હતી. જેની અમલવારી પહેલાં તથા પછી વિવિધ ક્ષેત્રે જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો જેનું મુખ્ય કારણ ટેકસની ટકાવારી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વિરોધ કરવા પાછળનું કારણ ક્યાંક અસમજણ પણ છે કેમ કે જીએસટી શું છે અને એમાં લોકોએ કઈ રીતે કામ કરવાનું રહેશે એ બાબતની લગભગ લોકોને સ્પષ્ટતા હતી જ નહીં. જીએસટીની સમજણ આવવા તંત્ર દ્વારા અવાર-નવાર જીએસટી અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોમાં જે સમજણની જ‚ર હતી તે કેળવાઈ જ ન હતી. જેના કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતા. આવી જ કંઈક સમસ્યા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના લગભગ ૨૨ મા.યાર્ડને હતી. તથા બીજી સમસ્યાઓના કારણે જીએસટીના વિરોધમાં મા.યાર્ડોએ અગાઉ તા.૦૧ જુલાઈ ૨૦૧૭થી લઈ ૧૨ જુલાઈ ૨૦૧૭ એટલે કે કુલ ૧૨ દિવસથી રાજકોટ સહિતના ૨૨ મા.યાર્ડો બંધ ઉપર ઉતરી ગયા હતા.આ બંધમાં વિવિધ પ્રકારના પગલાઓ લેવાયા હતા જેમાં રાજકોટ કલેકટરને આવેદનથી લઈ વકીલો અને સીએની બેઠક પણ બોલાવામાં આવી હતી. પરંતુ પ્રશ્ર્નનો નિકાલ ન આવતા કેન્દ્રીય મંત્રીમનસુખ માંડવીયા સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી અને ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ રાજ્ય કર ભવનમાં વાણિજિયક વેરા કમિશ્નર વી.ડી.વાઘેલા સાથે બેઠક કરવાનો નિર્ણય આવ્યો હતો.

તે સંદર્ભે તા.૧૨ જુલાઈના રોજ સૌરાષ્ટ્રના કુલ ૨૨ મા.યાર્ડ માંથી કુલ ૧૨૦ હોદ્દેદારો અમદાવાદ ખાતે રજૂઆત કરવા ગયા હતા. આ બેઠકની શ‚આત બપોરે ૩:૩૦ કલાકે કરવામાં આવી હતી જેમાં વાણિજિયક વેરા કમિશ્નર પી.ડી.વાઘેલા સમક્ષ મા.યાર્ડના હોદ્દેદારોએ પોતાના વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત કરાઈ હતી.

આ સંદર્ભે વાણિજિયક વેરા કમિશ્નર પી.ડી.વાઘેલાએ ફકત ‘અબતક’ મીડિયા ખાસ વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, ગુજરાત તથા સમગ્ર દેશમાં જીએસટી કાયદાનું અમલીકરણ થઈ ચુકયું છે. જેના સંદર્ભે ૨૨ જેટલા મા.યાર્ડના કમિશન એજન્ટ સાથે તેમની તથા ખેડૂતોના સમસ્યા વિશે વિગતવાર ચર્ચા થઈ જેમાં જીએસટી વિશે તેમના જે પ્રશ્ર્નો હતાં. તેમજ જે મુંઝવણ હતી તેની ઉપર ચર્ચા થઈ છે. તેમાં પણ ખાસ કરીને જીએસટીમાં બીલ કઈ રીતે બનાવવા, ક્રેડીટ કઈ રીતે મળશે, ટેકસ બે વખત લગાડવામાં આવી રહ્યો છે. આ પ્રકારની મુંઝવણ હતી એટલે અમે બપોરે ૩ કલાકે મીટીંગ શ‚ થઈ હતી અને સાંજે લગભગ ૬:૩૦ સુધી મીટીંગ ચાલી છે. એટલે કે લગભગ સાડા ત્રણ કલાક સમય આપ્યો છે તથા મને કહેતા આનંદ થાય છે કે બધાં જ લોકોને અમે સંતોષપૂર્ણ જવાબ આપી શકયા છીએ અને પ્રશ્ર્નોનો નિવેડો લાવી શકયા છીએ.

તેમણે વધુ ઉમેરતા કહ્યું હતું કે, ભવિષ્યમાં પણ જો કોઈ પ્રશ્ર્ન થશે તો અમે સાથે જ છીએ તથા ટૂંક સમયમાં અમે જીએસટી અંગેની પત્રિકા બનાવીને બધા જ મા.યાર્ડોને મોકલીશું તથા તેમની વિનંતી મુજબ બધા જ મા.યાર્ડોને મોકલીશું તથા તેમની વિનંતી મુજબ બધા જ મા.યાર્ડોમાં હું પોતે જ વીડિયો કોન્ફરન્સ કરીને સમજણ આપવાનો પ્રયત્ન કરીશું. કમિશન એજન્ટોના મુખ્ય પ્રશ્ર્ન વિશે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રશ્ર્ન એ હતો કે તેમણે એવું લાગતું હતું કે, જયારે તેઓ ખેડૂત પાસેથી માલ ખરીદશે ત્યારે તેમણે ટેકસ આપવો પડશે કેમ કે અગાઉ ફકત વેચાણ પર ટેકસ લગાવવામાં આવતો હતો પરંતુ જીએસટી કાયદામાં વેચાણની જગ્યાએ સપ્લાય પર ટેકસ લગાડવામાં આવ્યો છે. એટલે તેમણે ગેર સમજણ એવી હતી કે જયારે તેઓ માલ ખરીદશે ત્યારે પણ ટેકસ આપવો પડશે અને વેચાણ વખતે પણ ટેકસ ભરવો પડશે પરંતુ એવું નથી જયારે તેઓ ખેડૂતો પાસેથી માલ લાવશે અને હરાજી કરશે ત્યારે એમણે પોતે એક બીલ બનાવવાનું રહેશે ત્યારે તેમણે એવી પણ ચિંતા હતી કે અમે હજારો ખેડૂતો સાથે વેપાર કરીએ છીએ તો શું અમારે હજાર બીલ બનાવવા રહેશે. તો એમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, એવું જરાય નથી તેમણે એક મહિનામાં એક જ ઈનવોઈસ બનાવીને અપલોડ કરવાનું છે તથા વેપારી પાસેથી જે પૈસા મળે તેમાંથી ટેકસ આપવાનો રહેશે. અંતમાં તેમણે પુછતા જણાવ્યું હતું કે, મારા મત મુજબ તેમના બધા જ પ્રશ્ર્નોનો નિકાલ આવ્યો છે.

ત્યારબાદ રાજકોટ મા.યાર્ડના કમિશન એજન્ટના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, અમે વાઘેલાને મળ્યા તથા તેમણે અમારા પ્રશ્ર્નો વિશે સમજાવ્યા તથા સરળ ઉકેલ આપ્યો છે જેમાં તમામ મા.યાર્ડો સહમત થયા છે અને આવતા સોમવારથી બધા જ મા.યાર્ડો રાબેતા મુજબ શ‚ થઈ જશે તેવી અમે બાહેધરી આપીએ છીએ અને આ બદલ અમે વાઘેલા તેમની ટીમ, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નિતીનભાઈ પટેલ તથા ‘અબતક’ મીડિયાનો ખાસ આભાર માનીએ છીએ તેમજ સૌરાષ્ટ્રના તમામ મા.યાર્ડો જેમણે અમને સાથ આપ્યો તેમનો પણ હું તે બદલ આભાર માનું છું. અંતમાં તમામ મા.યાર્ડના સભ્યોને પુછતા તેમણે હકારાત્મક જવાબો આપ્યા હતા તથા તેમણે સંતોષપૂર્ણ જવાબ મળ્યો છે અને આવતા સોમવારે મા.યાર્ડ શ‚ થઈ જશે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.