GST ઘટાડવા વેપારીઓની માંગ
દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.કોરોના કાળમાં છેલ્લા 2 વર્ષથી લોકો દિવાળીનો તહેવાર પુરા હર્ષોલ્લાસથી ઉજવી શક્યા નથી પરંતુ આ વખતની દિવાળી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આભૂષણ, સુશોભન, કપડાં, ઇલેકટ્રોનિક, ફર્નિચર તથા અન્ય ચીજ-વસ્તુઓની બજારમાં તેજીનો માહોલ લાગી રહ્યો છે. ફર્નિચર માર્કેટમાં ક્યાંક તેજી તો ક્યાંક મંદીનો માહોલ છે,આ વખતે પોતાના મનપસંદ ફર્નિચર માટે અગાઉથી જ બુકિંગ કરવી દીધું છે, હાલ બજારમાં ઇકોનોમીથી લઈને હાઈ રેન્જ સુધીના તમામ ફર્નિચર અને સેટ તથા પેકેજ છે.
ડાઇનિંગ ટેબલ,સેન્ટર ટેબલ,સોફાસેટ,ટીવી યુનિટની માંગ આ દિવાળીમાં વધારે છે.માર્કેટમાં હાલમાં બે પ્રકારના લાકડાનું ફર્નિચર વધારે વેચાઈ રહ્યું છે,પ્લાયવુડ અને પાર્ટીકલ બોર્ડ.એ સિવાય પણ સ્ટેનલેસ સ્ટીલ,પ્લાસ્ટિક ફર્નિચર તથા અવનવી ડિઝાઇન લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે.
પેસ્ટ કંટ્રોલની પ્રોસેસ થઈને આવતું લાકડું એટલે પાર્ટીકલ બોર્ડ.પાર્ટીકલ બોર્ડ પ્રોસેસ થઈને બજારમાં આવે છે એટલે તેમાંથી બનતા ફર્નિચરમાં કોઈ જીવાત કે ઉધઇની પરેશાની થતી નથી.પાર્ટીકલ બોર્ડ થોડું ફિનિશિંગમાં સારું હોય છે અને ભાવમાં સસ્તું હોય છે એટલે લગભગ વધારે પાર્ટીકલ બોર્ડ ચાલે છે.પાર્ટીકલ બોર્ડમાં બીજી કોઈ પરેશાની નથી થતી તે પહેલેથી જ પ્રોસેસ થઈને આવે છે અને તે સસ્તું પણ હોય છે અને સાદુ લાકડું અને પાર્ટીકલ બોર્ડ વચ્ચે લગભગ ભાવમાં 50ટકા જેવો ફરક હોય છે.
ગુજરાતનું અલંગ એક મોટું શિપ બ્રેકીંગ યાર્ડ છે.દેશ-વિદેશના ભવ્ય જહાજો એના કાર્યકાળ પૂર્ણ કરી ત્યાં આવે છે ત્યારે તેમાંથી નીકળતું ઘણું ફર્નિચર બજારમાં આવે છે.બજારમાં મળતાં ફર્નિચર કરતા અમુક લોકો અલંગનું ફર્નિચર ખરીદવાનું પસંદ કરે છે, બજારમાં મળતા ફર્નિચર અને અલંગના ફર્નિચરમાં ભાવમાં લગભગ 50ટકા જેવો ફરક પડે છે, પરંતુ બજારમાં જે ફર્નિચર મળે છે તે નવું હોય છે અને જહાજો માંથી જે ફર્નિચર મળે છે તે ઉપયોગ કરેલું હોય છે.
સ્ટેનલ્સ સ્ટીલ અને ફર્નિચરમાં પણ અવનવી ડિઝાઇનના ઝુલા,ડાઇનિંગ ટેબલ આકર્ષણનું કેન્દ્ર છે.પ્લાસ્ટિક ના ફર્નિચરની ડિઝાઇન તથા નવા પ્રોડક્ટ લોકોનું ધ્યાન આકર્ષે છે. ફર્નિચરમાં પણ અલગ અલગ કેટેગરી પ્રમાણે વોરંટી અને ગેરેન્ટી પણ મળે છે. વુડન ફર્નિચર ની સરખામણીએ સ્ટેનલેસ સ્ટીલ ફર્નિચર વધુ ટકાઉ અને મેન્ટેનન્સ ફ્રી હોય છે.ફર્નિચરમાં પણ અલગ અલગ કેટેગરી પ્રમાણે વોરંટી અને ગેરેન્ટી પણ મળે છે. જો કોઈ લોન પર ફર્નિચર ખરીદવા માંગે તો તેની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.
ફર્નિચર ઉદ્યોગને વેગવંતુ બનાવવા અને આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર દ્વારા લાદેલા 18% જીએસટી માં વેપારીઓની જીએસટી ઘટાડવા ને લઈને માંગ ઉભી થઈ છે.
- આ દિવાળી ડાઇનિંગ ટેબલ,સેન્ટર ટેબલ, સોફાસેટ, ટીવી યુનિટની માંગ વધારે છે : જગદીશભાઈ
‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં મયુર ફર્નિચરના જગદીશભાઈ કાસુંદ્રાએ જણાવ્યું કે દિવાળીને લઈને ડાઇનિંગ ટેબલ,સેન્ટર ટેબલ,સોફાસેટ,ટીવી યુનિટની માંગ આ દિવાળીમાં વધારે છે અને એ સિવાય પણ આપણી પાસે ઓફિસ ફર્નિચર, બેડરૂમ સેટ,સોફા કોર્નર,મેટ્રેસ અને ભાવમાં જે મધ્યમથી નીચા સેટ છે તેની ડિમાન્ડ વધારે હોય છે. મધ્યમ વર્ગને લગતી પાંચ હજાર થી છ હજાર જેટલી રેન્જ ચાલુ થાય છે અને માર્કેટમાં અમારું ફર્નિચર જુદું એ રીતે પડે છે કે અમે મહિનામાં બે થી ત્રણ ડિઝાઇન નવી આપીએ છીએ.બે પ્રકારની ક્વોલિટી લાકડાના હોય છે વુડન(પ્લાયવુડ) અને બીજું પાર્ટીકલ બોર્ડ,પાર્ટીકલ બોર્ડ થોડું ફિનિશિંગમાં સારું હોય છે અને ભાવમાં સસ્તું હોય છે એટલે લગભગ વધારે પાર્ટીકલ બોર્ડ ચાલે છે.
પાર્ટીકલ બોર્ડમાં બીજી કોઈ પરેશાની નથી થતી તે પહેલેથી જ પ્રોસેસ થઈને આવે છે અને તે સસ્તું પણ હોય છે અને સાદુ લાકડું અને પાર્ટીકલ બોર્ડ વચ્ચે લગભગ ભાવમાં 50ટકા જેવો ફરક હોય છે.
- ફર્નિચર ઉદ્યોગને વધુ વેગ આપવા સરકારે જીએસટી ઘટાડવાની જરૂર છે : મનુભાઈ મારુ
‘અબતક‘ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં રંગોલી ફર્નિચરના મનુભાઈ મારૂ એ જણાવ્યું કે અમો છેલ્લા 35 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છીએ દિવાળીના ધ્યાને લઈને બજારમાં સારો માહોલ છે અને માર્કેટ ખુલ્યું હોય એવું લાગે છે છેલ્લા દસ દિવસથી સારો વેપાર થઈ રહ્યો છે રાજકોટ ફર્નિચરનું એક હબ છે અને અમારે ત્યાં રોજ બરોજ ની ઉપયોગમાં આવતું ફર્નિચર જેમકે ડાઇનિંગ ટેબલ,સેન્ટર ટેબલ,ખુરશીઓ વગેરે હાજરમાં છે.ફર્નિચર માં બે પ્રકારનો વર્ગ હોય છે. સામાન્ય લોકો માટે એ રીતનું હોય છે હાલમાં માર્કેટમાં રેડીમેડ પાર્ટીકલ બોર્ડ કહેવામાં આવે છે એ પણ ટકાઉ આવે છે,સારા આવે છે એની પર લેમીનેટ અને કલર પણ લાગી જાય છે એટલે પાર્ટીકલ બોર્ડનું ચલણ ખૂબ વધી ગયું છે તેનું પ્રોડકશન પણ ફાસ્ટ થાય છે અને તેમાં લોકોનું ફર્નિચર પણ પ્રમાણમાં વધારે ઝડપથી બની શકે છે, જે પ્લાયવુડની સરખામણી કરીએ તો પ્લાયવુડમાં કેમિકલ,ફેવિકોલ,સનમાઈકા વગેરે લગાવવાથી તેનો ભાવ વધારે થઈ જાય છે એટલે લોકોને પરવડે એ રીતે પાર્ટિકલ બોર્ડ વધારે ચાલે છે.ફર્નિચર ઉદ્યોગમાં 18ટકા જી.એસ.ટી ફર્નિચર પર છે સરકારે તેને ધ્યાને લઈ અને પરવડે તે રીતે 18ટકા થી ઓછું કરવું જોઈએ જેનાથી વેપાર અને ઉદ્યોગમાં ઉછાળો આવે.
- ક્રેડિટ કાર્ડ અને ખાનગી ફાઈનાન્સ કંપની દ્વારા લોનની પણ સુવિધા આપીએ છીએ : અગ્રવાલ દંપતી
‘અબતક‘મીડીયા સાથેની ખાસ વાતચીતમાં હોમ ડેકોરા ફર્નિચરના સંદીપ અગ્રવાલ અને તેમના પત્ની પૂર્વીબેન અગ્રવાલે જણાવ્યું કે અમો આ ક્ષેત્રે છેલ્લા 17 વર્ષથી કાર્યરત છીએઆખા ગુજરાતમાં અમારું આ નેટવર્ક પથરાયેલું છે. અમો સ્ટીલ અને વુડ બંને પર કામ કરીએ છીએ અમારી પાસે સ્ટીલમાં ડાઇનિંગ સેટ,સોફા સેટ, ઝુલા, સેન્ટર ટેબલ અને અન્ય ઘણી બધી પ્રકાર ના ફર્નિચર છે અને જો ભાવની વાત કરીએ તો ઇકોનોમી થી લઈને હાઈ રેન્જ સુધીના ભાવ હોય છે.ફર્નિચરમાં કમ્પલેટ હાઉસ ફર્નિચર રેન્જ રાખીએ છીએ અમે ડાઇનિંગ ટેબલ સેન્ટર ટેબલ બેડરૂમ સેટ સોફાસેટ બધી પ્રકારના ફર્નિચર અમે રાખીએ છીએ,અલગ અલગ ફર્નિચર પ્રમાણે અલગ અલગ વોરંટી પણ આપીએ છીએ મધ્યમ વર્ગ માટે ઇકોનોમી રેન્જ પણ છે અમો ક્રેડિટ કાર્ડ અને ખાનગી ફાઈનાન્સ કંપની દ્વારા લોન ની પણ સુવિધા આપીએ છીએ.