આવા ઓવર ચાર્જ કરતાં રેસ્ટોરન્ટ સામે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ અથવા ડીપાર્ટમેન્ટ ઓફ કસ્ટમર અફેર્સમાં લેખીત ફરીયાદ નોંધાવી શકાય
શું જી.એસ.ટી. રેટ કટ બાદ પણ રેસ્ટોરન્ટોમાં વધુ ચાર્જ વસુલાય છે ? તો આવી પરિસ્થિતિમાં ગ્રાહક શું કરી શકે ? અથવા તેની પાસે કયો એવો અબાધિત અધિકાર છે કે તે આવો ખોટો ચાર્જ ચુકવવા માટે ઇન્કાર કરી શકે ?
સરકારે તાજેતરમાં ૧૭૮ ઉત્પાદનો પર જી.એસ.ટી. રેટ કટ જાહેર કર્યો મતલબ કે જીવન જરુરી ચીજ વસ્તુઓ એવી ૧૭૮ ઉત્પાદનો પર રેટ કટ જી.એસ.ટી. સ્લેબમાં ઘટાડો કર્યો. જેના થકી જે તે ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય.
સાથો સાથ સરકારે એ પણ સુનિશ્ર્ચિત કર્યુ છે કે રેસ્ટોરન્ટમાં મળતી ડિશ પણ સસ્તી થાય આથી તેના જી.એસ.ટી. દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો પરંતુ કોઇ અકળ કારણસર સરકારે રેટ કટ જાહેર કર્યો એ પહેલા અમુક રેસ્ટોન્ટોમાં મળતી વાનગીના ભાવમાં આશ્ર્ચર્યજનક રીતે વધારો થઇ ગયો હતો.
હવે અમુક રેસ્ટોરન્ટ આવી રીતે આડકતરી ઓવર ચાર્જ કરે તો ગ્રાહક શું કરી શકે ? તે જાણવું નિહાયત જરુરી છે. જી.એસ.ટી. રીલેટેડ ફ્રોડ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ (સીબીઇસી) અથવા ડીપાર્ટમેન્ટ ઓફ ક્ધઝયુમર અફેર્સમાં પણ લેખીત ફરીયાદ દાખલ કરીને આવા ઓવર ચાર્જ કરતાં રેસ્ટોરન્ટ સામે ફરીયાદ દાખલ કરી શકાય. ત્યારબાદ આવા રેસ્ટોરન્ટ સામે સરકારનો સંબંધીત વિભાગ અવશ્ય પગલાં લેશે હવે તો સરકારે નવો નિયમ પણ તાજેતરમાં બનાવ્યો છે કે જી.એસ.ટી. રેટ કટની વિગત પ્રાઇસ ટેગ પર બતાડવાની રહેશે. કોઇ કંપની સ્ટીકર ન લગાવે તો પ્રોડકટ પર તે તમામ જી.એસ.ટી. રેટ કટ વિગતો પ્રિન્ટ પણ કરાવી શકે છે.