એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા: અમદાવાદથી રાત્રે ૯ વાગ્યે અને રીલાયન્સથી સાંજે ૬ કલાકથી વોલ્વો બસ સેવા શરૂ
રાજયભરના એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટથી અમદાવાદ સહિત લાંબા ‚ટ ઉપર એસ.ટી.ની. વોલ્વો દોડાવવામાં આવી રહી છે ત્યારે એસ.ટી.નિગમે વોલ્વોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી રિલાયન્સ મોટી ખાવડી વાયા રાજકોટ વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો હોવાનું રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.
ગુજરાત એસ.ટી.નિગમે તાજેતરમાં નવી વોલ્વો બસ શ‚ કરી છે. જે અમદાવાદથી જામનગર ખાતે આવેલી રિલાયન્સ મોટી ખાવડી સુધી જશે. આ બસ અમદાવાદથી રાત્રે ૯ કલાકે ઉપડશે. જયારે જામનગર રિલાયન્સથી સાંજે ૬ કલાકે ઉપડશે. એસ.ટી.ના મુસાફરોને અમદાવાદથી સીધા જ રિલાયન્સ મોટી ખાવડી સુધી જવા માટે અને રિલાયન્સ મોટી ખાવડીથી મુસાફરોને સીધા જ અમદાવાદ જવા માટે એસ.ટી.ની વોલ્વોની સુવિધા મળશે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને નવા ‚ટ પણ શ‚ કરવામાં આવી રહ્યા છે. જુની અને ખખડધજ બસોની જગ્યાએ હાલ અદ્યતન એકસપ્રેસ બસો દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, બરોડા સહિતના લાંબા ‚ટ ઉપર એસ.ટી.નિગમ દ્વારા વોલ્વો પણ દોડાવવામાં આવી રહી છે.
ત્યારે અમદાવાદથી રીલાયન્સ મોટી ખાવડી સુધી નવી વોલ્વો શ‚ કરતા એસ.ટી.ના મુસાફરોને વધુ એક સુવિધાનો લાભ મળશે. આ વોલ્વો વાયા રાજકોટ થઈને જશે. આ ‚ટની વોલ્વોમાં મુસાફરો જી.એસ.આર.ટી.સી.ની વેબસાઈટ પરથી અથવા એસ.ટી.ની એપ્લીકેશન પરથી ઓનલાઈન ટીકીટ બુકિંગ પણ કરી શકશે. ઉપરોકત નવા ‚ટ ઉપર વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો છે.