મુખ્યમંત્રીશ્રીએ જીએસએફસીના શિક્ષણ અને કૃષિ સંશોધન વિષયક પ્રકલ્પોનુ કર્યું લોકાર્પણ જીએસએફસીના સામાજીક અને કૃષિ વિકાસમાં અનન્ય યોગદાનને બિરદાવ્યું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીએ ચિંતન શિબિરના પ્રારંભ પહેલા જીએસએફસીના શૈક્ષણીક અને કૃષિ વિકાસ પ્રેરક પ્રકલ્પોનુ લોકાર્પણ કર્યું હતું.
તેમણે જીએસએફસી યુનિવસીટીના ભવન તેમજ છોકરા- છોકરીઓ માટેના છાત્રાવાસોનું ઉદઘાટન કર્યું હતું. તથા કૃષિ સંશોધન અને વિકાસ માટેની અદ્યતન પ્રયોગશાળાને ખુલ્લી મુકી હતી. તેમણે ખેડૂતોની ખાતરની માંગ પુરી કરતી આ કંપનીની સામાજીક પહેલોની પ્રશંસા કરી હતી. અને ખેડૂત ઉત્કર્ષલક્ષી સંશોધન અને વિકાસ તથા તેના સુચારૂ અમલીકરણ માટે અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને જીએસએફસીના એમડી શ્રી એ.એમ.તીવારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.