77.32 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ ડાંગ જિલ્લાનું અને સૌથી ઓછું પરિણામ 31.54 ટકા છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ
માર્ચ 2018માં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 (પૃથ્થક મળી 474507)પરીક્ષાર્થી નોંધાયા હતા. જેમાંથી 255414 પરીક્ષાર્થીઓ પાસ થયાં હતા. કુલ મળીને રાજ્યનું પરિણામ 55.55 ટકા આવ્યું છે. ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી ઊંચુ 77.32 ટકા આવ્યું છે, જ્યારે સૌથી નીચું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે.
ધોરણ 12નું પરિણામ
સામાન્ય પ્રવાહના 462895 પરીક્ષાર્થી નોંધાયા હતા જેમાંથી 455626એ પરીક્ષા આપી જેમાંથી 252959 પાસ થયા
ઉત્તરબુનિયાદી પ્રવાહમાં 3017 પરીક્ષાર્થી તેમાંથી 3000એ પરીક્ષા આપી અને 1838 પાસ થયા પરિણામ 61.27
ત્રણેય પ્રવાહના કુલ 467100 પરીક્ષાર્થી પૈકી 459806એ પરીક્ષા આપી જેમાંથી 255414 પાસ થયા કુલ પરિણામ આવ્યું 55.55 ટકા