ISRO દ્વારા સંચાર ઉપગ્રહ G SAT 6Aને અંતરિક્ષમાં લોન્ચ કરાયો છે. ISROએ GSLV-F08 મિશન અંતર્ગત આ સેટેલાઈટને શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ મલ્ટી બીમ કવરેજ સુવિધાથી ભારતને મોબાઈલ સંચાર ઉપલબ્ધ કરાવશે. લોન્ચ માટેનું કાઉન્ટડાઉન બુધવારથી જ શરૂ થઈ ગયું હતું અને ગુરૂવારે સાંજે 4-56 કલાકે લોન્ચ કરાયું હતું. 2000 કિલો વજનના આ સેટેલાઈટને બનાવવા માટે લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com