અર્થવ્યવસ્થામાં ઘટાડા મુદ્દે ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતીનો તાગ મેળવવા અને આર્થિક વૃદ્ધીને ગતિ દેવાનાં ઉપાયો પર ચર્ચા માટે નાણા મંત્રી અરૂણ જેટલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મંગળવારે બેઠક કરશે. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે મોદી આર્થિક સ્થિતી સંબંધ અલગ અલગ પાસાઓ અંગે જેટલી અને નાણા સચિવ અંગે ચર્ચા કરશે અને અર્થવ્યવસ્થાઓ ગતિ આપવા માટે ઉપાય શોધશે.
હાલમાં જ બહાર પડાયેલા ત્રિમાસીક જીડીપી વૃદ્ધી આંકડા આવ્યા બાદ આ બેઠકો થઇ રહી છે. નાણા વર્ષ 2017-18ના પહેલા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધી 5.7 ટકા રહી જે ત્રણ વર્ષનું ન્યુનતમ સ્તર છે. તે અગાઉ નાણા વર્ષનાં પહેલા ત્રિમાસીકમાં તે 7-9 ટકા તથા ગત્ત ત્રિમાસીક જાન્યુઆરી – માર્ચ ત્રિમાસીકમાં 6.1 ટકા રહી હતી. જીડીપીની વૃદ્ધી દર સતત છઠ્ઠા ત્રિમાસીકમાં ઘટી છે. આર્થિક સમીક્ષા બેમાં અનુમાન વ્યક્ત કર્યું છે કે અપરલેવલ દબાણનાં કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 7.5 ટકાનો વૃદ્ધી દર પ્રાપ્ત કરવું શક્ય નહી બને.