સ્કૂલનાં બે વિદ્યાર્થીઓ પ્રથમ અજાણી પૂજન ૯૯.૫૦ પીઆર, દ્વિતિય પટેલ હેતા ૯૯.૩૦ પીઆર
રાજકોટમાં આવેલ ભરાડ સ્કુલનું ધો.૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૫% આવેલ છે તેમાં અજાણી પૂજન ૯૯.૫૦ પીઆરસાથે સ્કુલ પ્રથમ, પટેલ હેતા૯૯.૩૦ પીઆર સાથે દ્વિતિયક્રમાંક મેળવેલ છે. અને સ્કુલનું ગૌરવ વધાર્યું હતુ.
ભરાડ સ્કુલના પ્રિન્સીપાલ દવે કમલેશભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે સંસ્થા અને વિદ્યાર્થીનાં સહયોગથી આ સારૂ પરિણામ મેળવેલ છે અને સ્કુલનું ૯૫% પરિણામ આવેલ છે. તેથી તમામ સ્ટાફગણ ખૂબજ ખુશ છે.
ભરાડ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે અજાણી પૂજન ૯૯.૫૦ પીઆર સાથે સ્કુલમાં પ્રથમ ક્રમાક મેળવેલ છે.
પટેલ હેતા ૯૯.૩૦ પીઆર મેળવી દ્વિતિય ક્રમાંક મેળવેલ છે. તેમના આ સાત પરિણામ પાછળ તેમના સ્કુલના શિક્ષકો તથા વાલીઓનો મોટો ફાળો છે અને તેમના આ સારા પરિણામથી વાલીઓ, શિક્ષકો, તથા વિદ્યાર્થીઓમાં ખૂબજ ખુશી નો અનુભવ કરતા હતા.