જિલ્લામાં 79 થી પણ વધુ ગાંવંશમાં રોગનું સંક્રમણ ફેલાયું
પોરબંદરમાં લમ્પી સ્કીન રોગ વકરી રહ્રાો છે. આ રોગના પરીણામે 80 થી પણ વધારે ગૌધન સંક્રમિત થયા છે. જો કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાત્રીના સમયે પશુઓને વેકસીનેશન કરવામાં આવી રહ્રાું છે.
પોરબંદર શહેરમાં ગૌધનમાં લંપી સ્કિન રોગ વધી રહ્યો છે. હાલ 80 થી પણ વધુ ગાયો આ રોગથી પીડાઈ રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાથી પણ આ રોગના કેસો કેસો આવી રહ્યા છે. ત્યારે તેને ધ્યાને રાખીને કુંભારવાડા વિસ્તારમાં આશરે 450 થી પણ વધુ ગાયોને રાત્ર્ાીના સમયે વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જેથી આ રોગનું સંક્રમણ અટકી શકે. રોગને લઈને માલધારીઓને અપીલ કરવામાં આવી કે બને એટલું વહેલાસર માલિકીની હોય કે રેઢિયાળ હોય, પશુઓને વેક્સિનેશન કરાવવું જરૂરી છે, જેથી આ રોગને આગળ વધતા અટકાવી શકાય. આ માનવધર્મના કાર્યમા કુંભારવાડા વિસ્તારના યુવા આગેવાન ધમર્ેશભાઈ પરમાર અને કુંભારવાડા વિસ્તારના યુવાનો અને માલધારી સમાજના મિત્ર્ાોઓ અને વિસ્તારના લોકોએ જે રાત દિવસ જોયા વગર અવિરત સેવા કરતા ખાનગી ટ્રસ્ટની તેની ટીમનો અને પશુપાલન તબીબ ટીમનો આભાર માન્યો છે.