સંબાંધો જે ક્યારેક ક્ષણમાં તૂટી જાય તો ક્યારેક ક્ષણમાં જ જોડાય જાય. દરેક મિત્રતાના સંબંધો કઈક ખાસ હોય છે. જ્યાં કઈ કહ્યા વગર બધુ કહી દેવાય અને ડર વગર જ્યાં હસી શકાય તે મિત્રતા. કોઈ વાર અમુક કારણો સરળ સારી મિત્રતા ફટ દઈ તૂટી જાય છે, ત્યારે એવું થાય છે કે શું આ મિત્રતા તૂટી ગઈ ? તો અમુક કારણો એવા હોય છે જેના કારણે આ મિત્રતા ક્ષણિક બની જતી હોય છે. તો આજે અમે તમને એવા કારણો આપીશું જેમાં તમારી મિત્રતા તૂટી જતી હોય છે તેમાં મુખ્ય કઈ વાત હોય છે ?
એક તરફી સંબંધ
જ્યારે પણ મિત્રતા એક તરફી થવા માંડે તો તેને સમય સાથે તોડતા જાવ. આ એક તરફી મિત્રતા શું હોય ? જ્યારે બે મિત્રોમાં સમજણ કોઈ નાના મોટા કારણોથી તૂટતી જાય તો તેને એક તરફી મિત્રતા કહેવાય છે. આવું જ્યારે પણ થાય તો ત્યારે મિત્રતા તોડવી પડતી હોય છે.
કંટાળો આવે
મિત્રતામાં વાતો સૌથી વધુ થતી હોય છે. ત્યારે જો બન્નેમાંથી કોઈ એક મિત્ર ધીરે-ધીરે ઓછી વાત કરવા માંડે તો તેનાથી વાતોમાં કોઈ રસ હોતો નથી તેના કારણે મિત્રોની વાતો ઓછી થઈ ગયી હોય છે.
લાગણીઓમાં બદલાવ
જ્યાં લાગણી હોય ત્યાં સંબંધો સરળતાથી બની શકે છે. આ મિત્રતામાં લાગણી તે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે જો સમય સાથે મિત્રતામાં પણ બદલાવ થવા માંડે ત્યારે સમજી લેવું કે હવે મિત્રતા આગળ વધી શકશે નહીં.
વિશ્વાસ ના રહે
સંબંધોમાં લાગણી અને વિશ્વાસ આ બન્નેનું ખાસ સ્થાન હોય છે. પણ મિત્રતામાં જ્યારે વિશ્વાસ ના રહે તો તેને આગળ વધારવાનો કોઈ મતલબ નથી હોતો. વાત જ્યારે છુપાડવામાં આવે તો ત્યારે તે સંબંધ તે કોઈ અર્થનો રહેતો નથી.