સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક હાજરીમાં ૨૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા
સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ-ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાંના પ્રથમ સમુહ લગ્નનું વઢવાણ,ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં ૨૦ નવ યુગલ લગ્નગંથી જોડાયા હતા.આ સમારંભમાં બાળવિદુષી પૂ.રતનબેન, રામધન આશ્રમ, મોરબી પૂ.શિલાગીરી માતાજી, ટીકર સોસદ મહેન્દ્ર મુંજપરા ધારાસભ્ય ધનજીભાઈ પટેલ પરલોક પંચાલ, મિતાક્ષ પંચાલે હાજર રહી નંવદંપતીને આર્શીવાદ આપ્યા હતા.આ પ્રસંગે અદાજે ૧૧૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.તેમને મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે ભારત સરકારના સ્વચ્છતા અભિયાન સંદર્ભે સ્વચ્છતા રાખવી,પર્યાવરણ જાળવણી અને સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમાજ વતી ડો.પંકજ મિસ્ત્રીએ શપથ લેવરાવ્યા હતા.આ પ્રસંગે મુખ્ય યજમાન સંજીવભાઈ પીઠવા સમાજના આગેવાનો અને દાતા ઉપસ્થિત રહ્યા હતા.